1. Home
  2. ગુજરાતી
  3.  LCA તેજસ દુશ્મનો માટે ખતરનાક- જાણો, પાકિસ્તાનના ‘જેએફ-17’ થી વિશેષ સ્વદેશી ‘તેજસ’ની ખાસિયતો
 LCA તેજસ દુશ્મનો માટે ખતરનાક- જાણો, પાકિસ્તાનના ‘જેએફ-17’ થી વિશેષ સ્વદેશી ‘તેજસ’ની ખાસિયતો

 LCA તેજસ દુશ્મનો માટે ખતરનાક- જાણો, પાકિસ્તાનના ‘જેએફ-17’ થી વિશેષ સ્વદેશી ‘તેજસ’ની ખાસિયતો

0
Social Share
  • LCA તેજસ પાકિસ્તાનના જેએફ-17ને આપશે ટક્કર
  • પાકિસ્તાન સીમા પર કરી શકાશે તૈનાત
  • આ એક સ્વદેશી જેટ છે
  • સ્વદેશી તેજસની સ્પીડ 2222 કિલો મીટર પ્રતિ કલાકની
  • આ ફાઈટર જેટ પર અનેક મિસાઈલ સ્થાપિત કરવાની ક્ષમતા છે

નિડર અને તીવ્ર દુશ્મનોને થકાવી દેનાર એવું છે ભારતીય વાયુસેનાનું આ ફ્લાઈંગ બુલેટ એલસીએ -તેજસ, જે પાકિસ્તાનની સરહદ પર તૈનાત કરવામાં આવશે, જેની પાકિસ્તાનનું જેએફ-17 ફાઈટર જેટ પર પણ ટક્કર નહી આપી શકે.જો પાકિસ્તાનની સીમા પર આપણું એલસીએ તેજસ તૈનાત કરવામાં આવશે તો ચોક્કસ પાકિસ્તાનની ખેર નહી રહે.

LCA તેજસની ખાસીયતો- પાકિસ્તાનના જેઓફ-17ને આપશે ટક્કર

સૌ પ્રથમ આ ફાઈટર જેટ આત્મનિર્ભર ભારત થકી બનવા પામેલ એક સ્વદેશી પ્લેન છે, જેનું નામ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી બાજયેપીએ રાખ્યું હતું, તેની સામે પાકિસ્તાન એ જેએફ-17 ફાઈટર જેટની ખરીદી ચીન પાસેથી કરી છે,આ જેટમાં 58 ટકા એયરફ્રેમ પાકિસ્તાની છે ત્યારે 42 ટકા રશિયા અને ચીનની ડિઝાઈન જોવા મળે છે.

તેજસ 43 ટકા કાર્બન ફાઈબર ,43 ટકા એલ્યૂમિનિયમ અલૉય અને ટાઈટેનિયમથી બનાવેલ જેટ છે,જે સિંગલ સીટર પાયલટ વાળું વિમાન છે જો કે તેનું ટ્રેનર વેરિયેન્ટ 2 સીટર છે, જેએફ-17મા પણ 2 વેરિએન્ટ છે,જેમાં બ્લોક 1 સિંગલ સીટર અને બ્લોક 2 ટૂ સીટર છે.

તેજસ હવામાં રહીને હાવામાં અને જમીન પરથી જમીન પર વાર કરવાની ક્ષમતા ધરાવે છે, આ પ્લેનમાં એન્ટિશિપ મિસાઈલ, બોમ અને રોકેટ પણ લગાવી શકાય છે,આ જેટ એક વારમાં 54 હજાર ફૂટની ઊચાંઈ સુધી ઉડાન ભરી શકે છે, જે ઈઝરાયલના શ્રેષ્ઠ મલ્ટી મોડ રાડાર સિસ્ટમથી સજ્જ છે,આ સુવિધાના માધ્યમથી દુશ્મનોને ગુમરાહ કરી શકાય છે.

જેએફ-17 ની વધીને સ્પીડ 1975 કિલો મીટર પ્રતિ કલાકની છે તે એક વારમાં 12383 કિલો ગ્રમા વજન ઉપાડી શકે છે, જ્યારે તેના સામે સ્વદેશી તેજસની સ્પીડ 2222 કિલો મીટર પ્રતિ કલાકની છે અને 13500 કિલો ગ્રામ વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે

તેજસની લંબાઈ 43.4 અને ઊંચાઈ 14.9 ફૂટ છે,જ્યારે પાકિસ્તાની જેએફ-17ની ઊંચાઈ 15.5 અને લંબાઈ 48 ફૂટ છે, તેજસ વજનમાં ખુબ જ હળવું છે અને તેનું કદ પણ નાનું છે અને તે ક્લોઝ કૉમ્બેટમાં પણ મદદ કરે છે

6 પ્રકારથી હવાથી હવામાં વાર કરનાર મિસાઇલ પાકિસ્તાન સીમા  પર તૈનાત કરી શકાશે જેમાં .જેમા ડર્બી, પાયથન -5, આર -73, અશ્ત્ર, અસરામ, મેટીયોર નો સમાવેશ થાય છે.આ તમામ મિસાઈલ આપણા જેટ તેજસ સાથે સ્થાપિત કરવામાં આવશે

આ સાથે જ બે પ્રકારની મિસાઈલ કે જે હવામાંથી જમીન પર વાર કરી શકે છે જેમાં,બ્રહ્મોસ-એનજી અને એન્ટી-રેડિયેશન મિસાઇલો અને બ્રહ્મોસ-એનજી એન્ટી શિપ મિસાઇલ્સનો સમાવેશ થાય છે.

તેજસમાં લેઝર-ગાઇડ બોમ્બ, ગ્લાઇડ બોમ્બ અને ક્લસ્ટર હથિયારો સ્થાપિત કરી શકાય છે. આવા શસ્ત્રો જેએફમાં પણ સ્થાપિત કરી શકાય છે, પરંતુ તેની સૌથી મોટી કમજોરી મલ્ટિ-મોડ રડાર સિસ્ટમ છે. આ કમોજોરીના કારણે જ તે તેજસના વારથી નહી બચી શકે.આમ ભારતનું સ્વદેશી તેજસ વુમાન પાકિસ્તાનના જેએફ-17 ને કાટાની ટક્કર આપશે.

સાહીન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code