Site icon Revoi.in

વિજય રૂપાણીના ગાંધીનગરના નિવાસસ્થાને અંજલીબેનને સાત્વના આપવા નેતાઓ દોડી ગયા

Social Share

અમદાવાદઃ શહેરમાં ગઈકાલે લંડન જતું એર ઈન્ડિયાનું  વિમાન દૂર્ઘટનાનો ભોગ બન્યું હતું. જેમાં વિમાનના 230 પ્રવાસીઓ અને 12 સ્ક્રુ મેમ્બરના મોત નિપજ્યા હતા. આ વિમાનમાં પ્રવાસ કરી રહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચતા અંજલીબેનને સાત્વના આપવા માટે મંત્રીઓ ભાજપના નેતાઓ દોડી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનાં પત્ની અંજલિબેનને મળીને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા.

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિધન થયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને દોડી ગયા હતા.  જેમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, કુંવરજી બાવળિયા, કુબેર ડીંડોર અને ભાનુબેન બાબરિયા, સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિત સરકારી અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને વિજયભાઈના પત્ની અંજલિબેનને સાંત્વના પાઠવી હતી.

મળતી માહિતી અનુસાર, દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. ડીએનએ મેચ થયા બાદ પરિવારજનો રાજકોટ પહોંચશે. વિજયભાઈના પૂત્ર રૂષભ પણ અમેરિકાથી ભારત આવવા માટે નીકળી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનાં પત્ની અંજલિબેનને મળીને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા.

અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું આકસ્મિક નિધન થતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતીકાલે રાજકોટ શહેરમાં ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા 650 જેટલી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 90 જેટલી શાળાઓ પણ બંધ રહેશે ત્યારે રાજકોટ શહેરમાં આવેલી બે સરકારી શાળાઓ પણ આવતીકાલે સ્વૈચ્છિક બંધ પાળશે.

Exit mobile version