1. Home
  2. ગુજરાતી
  3.  જાણો આ સોફ્ટવેર એન્જિનિયર વિશે જેણે IT ની જોબ છોડીને ડોન્કીના દૂધનો બિઝનેસ શરુ કર્યો – કમાય છે લાખો રુપિયા
 જાણો આ સોફ્ટવેર એન્જિનિયર વિશે જેણે IT ની જોબ છોડીને ડોન્કીના દૂધનો બિઝનેસ શરુ કર્યો – કમાય છે લાખો રુપિયા

 જાણો આ સોફ્ટવેર એન્જિનિયર વિશે જેણે IT ની જોબ છોડીને ડોન્કીના દૂધનો બિઝનેસ શરુ કર્યો – કમાય છે લાખો રુપિયા

0
Social Share

સામાન્ય રીતે ડોન્કીના નામ ઘણી જગ્યાએ મૂર્ખતા માટે વપરાય છે,. ગધેડો એ મૂર્ખતાનો પર્યાય ગણાય છે, પણ એવું બિલકુલ નથી! કારણ કે આજે અમે તમને જે વાત જણાવી રહ્યા છે તે જાણીને તમને નવાઈ ચોક્કસ લાગશે

ભારતના કર્ણાટક રાજ્યના મેંગલુરુથી ગધેડા સંબંધિત એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક સોફ્ટવેર એન્જિનિયર શ્રીનિવાસ ગૌડાએ સારી એવી નોકરી છોડીને ડોંકી મિલ્ક ફાર્મ ખોલ્યું છે.

જાણકારી પ્રમાણે તેના ફાર્મ હાઉસમાં 20 ડોન્કી ફિમેલ છે. શ્રીનિવાસે પોતાના ફાર્મ હાઉસ પર 42 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. શ્રીનિવાસ 2020 સુધી સોફ્ટવેર એન્જિનિયર હતો પરંતુ હવે તે તેના ડોન્કી સ્વરૂપ માટે જાણીતો છે. તે ભારત અને કર્ણાટકનું પ્રથમ ગધેડા ઉછેર અને તાલીમ કેન્દ્ર હોવાનું કહેવાય છે.

શ્રીનિવાસનું કહેવું છે કે હવે તેઓ ડોન્કીનું દૂધ વેચવાની મોટી યોજના બનાવી રહ્યા છે. ડોન્કીના દૂધના ઘણા ફાયદા છે. તેની માંગ સતત વધી રહી છે. શ્રીનિવાસ કહે છે- ‘મારું સપનું છે કે ગધેડીનું દૂધ દરેકને મળવું જોઈએ.’ એક રસપ્રદ કારકિર્દીની રમુજી વાર્તા વાંચો…

42 વર્ષીય શ્રીનિવાસ ગૌડાએ દક્ષિણ કન્નડ જિલ્લાના એક ગામમાં આ ગધેડાનું ફાર્મ શરૂ કર્યું છે. શ્રીનિવાસ ગૌડા કહે છે કે ગધેડીનું દૂધ સ્વાદિષ્ટ, ખૂબ મોંઘું અને ઔષધીય મૂલ્ય ધરાવે છે. ગૌડા લોકોને ગધેડીનું દૂધ પેકેટમાં સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે 30 મિલી દૂધના પેકેટની કિંમત 150 રૂપિયા છે અને તેને મોલ, દુકાનો અને સુપરમાર્કેટ દ્વારા સપ્લાય કરવામાં આવશે. તેઓ બ્યુટી પ્રોડક્ટ્સ માટે ગધેડીનું દૂધ વેચવાની પણ યોજના ધરાવે છે. બ્યુટી પ્રોડક્ટ્સમાં ગધેડીના દૂધનો ઉપયોગ થાય છે. શ્રીનિવાસને શરૂઆતથી જ 17 લાખ રૂપિયાના ઓર્ડર મળ્યા છે.

શ્રીનિવાસે આ ગધેડા ફાર્મ હાઉસને 8 જૂને ખોલ્યું છે. આ ફાર્મ કર્ણાટકમાં તેના પ્રકારનું પ્રથમ અને કેરળના એર્નાકુલમ જિલ્લા પછી દેશમાં બીજું છે. શ્રીનિવાસ ગૌડા કહે છે કે તેઓ ગધેડાઓની દુર્દશાથી પ્રભાવિત થયા હતા, જેમને ઘણીવાર ઠુકરાવી દેવામાં આવતા હતા અને ઓછા આંકવામાં આવતા હતા. પરંતુ તે એવું નથી. ગધેડા આવકનો મોટો સ્ત્રોત છે.

ગૌડાએ જણાવ્યું કે જ્યારે તેણે ગધેડા ફાર્મ હાઉસ વિશે મિત્રો-પરિચીતો અને સંબંધીઓ સાથે પોતાની વાત શેર કરી તો તેણે તેની મજાક ઉડાવી. જોકે હવે દરેક તેના વખાણ કરે છે. બીએ ગ્રેજ્યુએટ એવા ગૌડાએ સૌપ્રથમ સોફ્ટવેર કંપનીમાં નોકરી છોડીને 2.3 એકર જમીન પર 2020 માં કૃષિ અને પશુપાલન શરૂ કર્યું. જેમાં પશુ ચિકિત્સા સેવા અને તાલીમ ઉપરાંત ઘાસચારા વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. તેમના ફાર્મમાં 20 ગધેડા ઉપરાંત બકરા, સસલા અને મરઘી પણ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code