1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લીંબુના ભાવ ફરી વધારો, દેશી ક્વોલિટીના મણના રૂા.4000 થી 5000નો ભાવ
લીંબુના ભાવ ફરી વધારો, દેશી ક્વોલિટીના મણના રૂા.4000 થી 5000નો ભાવ

લીંબુના ભાવ ફરી વધારો, દેશી ક્વોલિટીના મણના રૂા.4000 થી 5000નો ભાવ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વધતા તાપમાન સાથે લીંબુના ભાવ પણ આસમાને પહોચ્યા છે. રાજ્યમાં સૌથી વધુ લીંબુનું ઉત્પાદન મહેસાણા જિલ્લામાં થાય છે, જ્યારે બીજા ક્રમે ભાવનગર જિલ્લો આવે છે. આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને લીધે લીંબુના પાકને ફટકો પડવાથી લીંબુની આવકમાં ઘટાડો થતાં અને બીજીબાજુ ઉનાળાને લીધે લીંબુની માગમાં વધારો થતાં ભાવ અઆસમાને પહોચ્યા છે. જોકે પરપ્રાંતમાંથી લીંબુની આવકને લીધે ભાવમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ પરપ્રાંતથી આવતા લીંબુની ગુણવત્તા ઓછી હોવાથી સ્થાનિક લીંબુની વધુ માગ રહેતા ભાવમાં ફરી પાછો ઉછાળો આયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  લીંબુના ભાવ ફરીવાર દાંત ખાટા કરી દે તેવા થઈ ગયા છે. મોંઘવારીમાં સતત વધારો જોવા મળી ૨હયો છે અને સાથે શાકભાજી ના ભાવમાં પણ વધારો થઈ ૨હયો છે તેમાં ખાસ કરી લીંબુના ભાવ ઉચક્યા છે. વધતા ભાવે ગૃહિણીઓનું બજેટ વે૨ વિખે૨ કરી નાખ્યુ છે. આજરોજ સારી ક્વોટીવાળા લોકલ લીંબુના સૌથી વધુ ભાવ રૂા.4000 થી 5000 બોલાયા હતા. હાલ રાજકોટ, હળવદ, ભાવનગ૨થી દેશી લીંબુની આવક થઈ ૨હી છે. જેના કા૨ણે ભાવ ઉંચા બોલાયા હતા. આ ઉપરાંત નબળી ક્વોલીટી વાળા લીંબુના ભાવ નીચા બોલાયા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નબળી ક્વોટીવાળી લીંબુની રૂા.3200 થી 4300 માં હરાજી થઈ છે. જેમાં ૨સ ઓછો હોય છે. લીલા છમ્મ હોય છે અને તડકાના કા૨ણે લીંબુ એક જ દીવસમાં બગડી જાયછે. માર્કેટ યાર્ડના વેપારીઓનું કહેવુ છે કે ઘણા સમયથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિ ક્યારે સામાન્ય થાય તે નકકી નથી. ગત સપ્તાહમાં શનિવારે રૂા.2800 – 3900 શુક્રવારે રૂા.2600 3800 અને ગુરૂવારે રૂા.2500 થી 4000 ના ભાવ બોલાયા હતા. હાલ લીંબુના ભાવે ઉહાપો મચાવ્યો છે. ભાવ સતત વધી ૨હયા છે અને ડીમાન્ડ પણ તેટલી જ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code