Site icon Revoi.in

ઉનાળાના આગમન સાથે લીંબુના ભાવમાં થયો વધારો

Social Share

અમદાવાદઃ ઉનાળાના પ્રારંભથી તાપમાનમાં વધારો થયા લીલા શાકભાજીની સાથે લીંબુના ભાવ પણ આસમોને પહોંચ્યા છે. હાલ લીંબુની આવક ઓછી અને માગ વધુ હોવાથી ભાવમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં  અમરેલી યાર્ડમાં લીંબુના ભાવમાં છેલ્લા પાંચ દિવસમાં 200 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો લીંબુનો ભાવ 2,000 રૂપિયાથી વધીને 2,400 રૂપિયા થયો છે. માર્કેટિંગ યાર્ડમાં 10 મણ જેટલી લીંબુની આવક નોંધાઈ હતી. ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને ગરમી વધવાની સાથે લીંબુની માંગમાં પણ વધારો થયો છે, જેના કારણે ભાવમાં આટલો મોટો વધારો જોવા મળી રહ્યો છે. અમરેલી માર્કેટ યાર્ડમાં લીંબુની આવક 10 મણ સુધી પહોંચી છે. હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ 20 કિલોના રૂપિયા 2400 સુધી પહોંચી ગયો છે.

રાજ્યમાં અમદાવાદ સહિત તમામ યાર્ડમાં લીંબુના ભાવમાં વધારો થયો છે, સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં સ્થતિ એવી છે. કે, લીંબુની આવક કરતા માગ વધુ છે. તેથી ભાવમાં અસામાન્ય ઉછાળો આવ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 314 મણ લીંબુની આવક નોંધાઈ હતી, જ્યાં ભાવ 1500 રૂપિયાથી 2,200 રૂપિયા પ્રતિ મણ રહ્યા હતા. ભુજ માર્કેટિંગ યાર્ડમાં તો ભાવ 600 રૂપિયાથી 10,000 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયા હતા. મોરબી યાર્ડમાં 32 મણની આવક સાથે ભાવ 1,300 થી 2,000 રૂપિયા પ્રતિ મણ રહ્યા હતા. જ્યારે ડીસા માર્કેટિંગ યાર્ડમાં લીંબુનો ભાવ 600 રૂપિયાથી 780 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો.