HomeગુજરાતીLOCK UP SEASON 2:કંગના રનૌતના શો 'લૉક-અપ'માં જોવા મળશે બિગ બોસ 16ના...

LOCK UP SEASON 2:કંગના રનૌતના શો ‘લૉક-અપ’માં જોવા મળશે બિગ બોસ 16ના આ સ્પર્ધકો

મુંબઈ:ગયા વર્ષે શરૂ થયેલો એકતા કપૂરનો કેપ્ટિવ રિયાલિટી શો ‘લોક અપ’ લાઈમલાઈટમાં હતો.આ શોમાં ઘણા વિવાદાસ્પદ ચહેરાઓને લાવવામાં આવ્યા હતા.જેમાં પૂનમ પાંડે, અંજલિ અરોરા, પાયલ રોહતંગી અને મુનવ્વર ફારૂકી જેવા નામ સામેલ હતા.આ શોની હોસ્ટ કંગના રનૌત હતી.100 દિવસના આ શોને દર્શકોએ પણ ખૂબ પસંદ કર્યો છે.જે બાદ હવે તેની સીઝન 2 લાવવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.છેલ્લી સીઝનની જેમ, આ સીઝન પણ વધુ ધમાકેદાર બનવાની છે કારણ કે આ વખતે બિગ બોસ 16 ના ત્રણ મહારથી સ્પર્ધકોનો શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 16ના શિવ ઠાકરે, અર્ચના ગૌતમ અને સૌંદર્યા શર્મા લોક અપ સીઝન 2માં જોવા મળવાના છે.અત્યારે મેકર્સ અને ત્રણેય વચ્ચે વાતચીત ચાલી રહી છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે,અર્ચના ગૌતમે આ શો માટે મંજૂરી આપી દીધી છે.

લોક અપ સીઝન 2 માર્ચમાં શરૂ થવાની આશા છે.ગત સિઝનની જેમ આ વખતે પણ કંગના આ શોને હોસ્ટ કરશે. છેલ્લી સિઝન સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકીએ જીતી હતી.પ્રથમ રનઅપ સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હતી.એકતા કપૂરનો આ શો એમએક્સ પ્લેયર અને ઓલ્ટ બાલાજી પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો

Most Popular