Site icon Revoi.in

મહેમદાવાદમાં મધરાત બાદ 14 દુકાનોના તાળાં તૂટ્યાં, ચોર ટોળકીનો પોલીસને પડકાર

Social Share

મહેમદાવાદ, 7 એપ્રિલ 2026: Locks of 14 shops broken after midnight ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મધરાત બાદ 4 તસ્કરોએ શહેરની 14 દુકાનના તાળાં તોડી 3 લાખથી વધુની ચોરી કરી હતી.એક દુકાનનું ડીજીટલ લોકર ન ખુલતા આખે આખુ લોકર ઉઠાવી ગયા હતા.ત્યારે અન્ય 12 દુકાનમાંથી રોકડની ચોરી કરીને ફરાર થઇ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. નવા પીએસઆઈએ તાજેતરમાં પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો છે. ત્યારે તસ્કરોએ પોલીસને પકડાર આપતા પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી છે.

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં એક સાથે 14 દુકાનોના તાળા તૂટતા ગ્રામજનોમાં આક્રોશ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. સવારે એક દુકાન માલિકનો ખોળનો ટેમ્પો લઇ ડ્રાઇવર સવારે 5:45 વાગ્યાના અરસામાં દુકાને આવ્યો હતો. તે સમયે દુકાનો ખુલ્લી જોતાં તેને એમ થયું કે, કોઈ બીજો શ્રમિક દુકાનમાં હશે,જેથી ટેમ્પા ચાલકે અત્યારમાં દુકાનમાં શું કરે છે તેમ કહેતા કોઈ જવાબ ન મળતા માલિકને ફોન કરી દુકાનનું શટર ખુલ્લું હોવાનું જણાવ્યું હતું.જેને પગલે વેપારીઓ દોડીને પોતાની દુકાન તપાસવા પહોંચી ગયા હતા. શટર ખુલ્લા હતા તે દુકાનમાં તપાસ કરી, સીસીટીવી ચેક કરતાં રાતના 1 વાગ્યા થી 3 વાગ્યામાં અજાણ્યા 4 શખ્સો આવી હાથ ફેરો કર્યો હોવાનું ખુલ્યું હતું. જેમાં લલીતકુમાર નાનકવાણીની દુકાનના ડ્રોવરમાંથી રૂ 1.87 લાખ, ગાયત્રી કિરાણા સ્ટોરમાંથી ડીજીટલ લોકર ન ખુલતાં આખું લોકર તસ્કરો ચોરી ગયા હતા. જ્યારે અન્ય દુકાનોમાંથી પણ રોકડ ચોરાઈ હતી. જેમાં જેઠાલાલ શાહ, કિસ્મત કિરાણા સ્ટોર, શિવ શક્તિ ટ્રેડર્સ,નીલેશ શાહની દુકાન, ખોડિયાર ટ્રેડર્સ, શ્રધ્ધા ક્લિનીક, ચારભુજા રેસ્ટોરન્ટ, મંગલદીપ ટ્રેડર્સ અને મોર્ડન સોડાની દુકાનમાંથી રોકડની ચોરી થઇ હતી. આ બનાવ અંગે લલીતકુમાર ખેમચંદ નાનકવાણીએ મહેમદાવાદ પોલીસ મથકે તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તસ્કરોએ સૌ પ્રથમ ક્લિનિકના તાળાં તોડી ત્યાંથી હેન્ડ ગ્લોવઝની ચોરી કરી હતી અને બાદમાં આજ હેન્ડ ગ્લોઝ પહેરીને બાકીની 13 દુકાનોના તાળાં તોડ્યા હતા. જેથી તસ્કરો શાતિર હોવાની સાથે પૂરતી રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો હોવાનું ફલિત થયું હતું. હેન્ડ ગ્લોઝ પહેરીને ચોરી કરતાં ફિંગર પ્રિન્ટના નિશાન ન આવે તે રીતે તસ્કરોએ એકજ રાતમાં તરખાટ મચાવ્યો હતો. તસ્કરો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જેથી સીસીટીવીમાં પણ તેમની ઓળખ ન થાય તેની તકેદારી રાખી હતી.

Exit mobile version