1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક ઉપરથી ભર્યું ઉમેદવારી ફોર્મ
લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક ઉપરથી ભર્યું ઉમેદવારી ફોર્મ

લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક ઉપરથી ભર્યું ઉમેદવારી ફોર્મ

0
Social Share

લખનૌઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ પ્રસંગ્રે ભાજપના ટોપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે જ વારાણસી પહોંચી ગયા હતા અને વારાણસીમાં વિશાળ રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીનું અભિવાદન કર્યું હતું. આજે ઉમાદવારી ફોર્મ ભર્યાં પહેલા નરેન્દ્ર મોદી કાળ ભૈરવ મંદિર ગયા હતા. જ્યાં તેમણે દર્શન કરીને જીતના આર્શિવાદ મેળવ્યાં હતા. અહીંથી ઉમેદવારી ભરવા માટે રવાના થયાં હતા. પીએમ મોદીના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપાની સાથે એનડીએના મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગ્રે રાલોદના ચીફ જ્યંત ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વારાણસીના મતદારો માટે વિશેષ સમય છે. અમારા માટે પણ ખુબ વિશેષ સમય છે કે અમે પીએમ મોદીની ઉમેદવારી ફોર્મ વખતે સામેલ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વારાણસીની જનતાને ખુબ ખુભ શુભેચ્છાઓ. પ્રજાના આર્શિવાદથી અમે 400થી વધારે બેઠકો જીતીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ચંદ્રબાબુ નાયડું, સંજ્ય નિષ।દ, ઓમ પ્રકાર રાજભર, અસમના નેતા પ્રમોદ બોરા, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી તથા અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એનડીએના 12 રાજ્યોના મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code