
લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માની સેન્ય અભિયાનના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ
દિલ્હીઃ- આર્મી હેડક્વાર્ટરમાં ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સનો કાર્યભાર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માને સોંપવામાં આવ્યો છે.જે આ પહેલા GOC એનએસ રાજા સુબ્રમણિ આ પદ પર ફરજ બજાવતા હતા. કમાન સંભાળ્યા પછી, શર્માએ યુદ્ધ સ્મારક ખાતે બહાદુરોને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી
આ સહીત, પ્રતીક શર્મા અગાઉ અંબાલામાં ખડગા કોર્પ્સની કમાન્ડિંગ કરી રહ્યા હતા. તેમણે ગયા વર્ષે 21 માર્ચે જનરલ ઓફિસર કમાન્ડિંગનો પદભાર સંભાળ્યો હતો. શર્મા પહેલા આર્મી ઓફિસર છે જે નેશનલ ડિફેન્સ એકેડમી અને ઈન્ડિયન મિલિટરી એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે.
આ સહીત તેમણે ઓપરેશન પવન, ઓપરેશન મેઘદૂત, રક્ષક અને પરાક્રમ સહિત અનેક મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે. તેઓ જનરલ ઓફિસર તરીકે આઇવરી કોસ્ટમાં પ્રતિષ્ઠિત સંયુક્ત રાષ્ટ્ર મિશનના સભ્ય રહી ચૂક્યા છે અને શ્રીલંકામાં ઓપરેશન પવન દરમિયાન સક્રિય લડાઇમાં પણ ભાગ લીધો છે.