1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહારાષ્ટ્રઃ નાગપુરની વેલટ્રિટ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના – 4 કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા
મહારાષ્ટ્રઃ નાગપુરની વેલટ્રિટ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના – 4 કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા

મહારાષ્ટ્રઃ નાગપુરની વેલટ્રિટ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના – 4 કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા

0
Social Share
  • નાગુપરની હોસ્પિટલમાં આગની ઘટના
  • 4 કોરોનાના દર્દીઓના મોત

મુંબઇ : સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાનો માર છે તો બીજી બાજુ દરેક લોકોને લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરમાં વિતેલી રીત્રી દરમિયાન એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે.

મળતી માહિતી પ્રમાણે નાગપુરની નાગપુર-અમરાવતી રોડ પર વાડી પરિસરમાં વેલટ્રિટ હોસ્પિટલ આગની ઝપેટમાં આવી હતી, આ ઘટનામાં કોરોના ગ્રસ્ત 4  દર્દીઓ મોત થયા છે, આ સાથે જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા અન્ય 27 દર્દીઓને  હેમખેમ બચાવવામાં આવ્યા હતા, આગ લાગવાની ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે પોલીસના જણાવ્યા પ્રમાણે, આ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં કોરોનાના દર્દીઓ સારવાર અર્થે દાખલ કરાયા હતા, હોસ્પિટલના આઇસીયુમાં શનિવારે એટલે કે,વિતેલી રાતે આઠ વાગ્યાની આસપાસ આ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી .એર કેન્ડિશનરમાં આગ લાગતા આગે રૌદ્વ રુપ ઘારણ કર્યું હતું, તાત્કાલિક ઘટના સ્થળે ફઆયર વિભાગ આવી પહોચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના સફળ પ્રયત્નો કર્યા હતા.

હોસ્પિટલમાં આગના ઘૂમાડાથી શ્વાસ લેવામાં દર્દીઓને તકલીફ પડી હતી, સ્ટાફ તેમજ ફઆયર વિભઆગના કર્મીઓએ ભારે મહેનત બાદ બચાવકામગીરી પૂર્ણ કરી હતી,દર્દીને બચાવતી વખતે એખ ડૉકટર અને કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે,. આ સમગ્ર મામલે કેન્દ્ર મંત્રી નિતીન ગડકરીએ મૃતકો માટે શોક વ્યક્ત કર્યો છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code