
સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લીંબુ અને મધ એક બેસ્ટ નેચરલ નુસખો : સ્કિનની વધારશે ચમક
- મધ અને લીંબુનો ફેસ પેક લગાવો ચહેરા પર
- બંનેના મિશ્રણથી ચહેરો બનશે રૂપનો અંબાર
- સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા માટે નેચરલ નુસખો
હાલ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે અનેક જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં લોકો સ્વયંભુ લોકડાઉન તરફ અગ્રેસર થયા છે. જેના કારણે લોકો ઘરમાં કેદ થઇ ગયા છે.પરંતુ ઘરમાં રહીને તમે તમારી સ્કિનને હેલ્ધી બનાવી શકો છો.ઘરેલું ઉપાયથી સ્કિનને હેલ્ધી અને રૂપાળી રાખી શકાય છે. સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લીંબુ અને મધ એક બેસ્ટ નેચરલ નુસખો છે. તો આજે અમે તમને લીંબુ અને મધનો બેસ્ટ ઉપાય જણાવીશું
લીંબુ અને મધના મિશ્રણથી બનેલા ફેસપેકનો ઉપયોગ સમયસર કરવાથી સ્કિનને ઘણાં લાભ થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેંટ હોય છે. જેના કારણે સ્કિન પરની કરચલીઓ ઓછી થવા લાગે છે. સાથે જ આ બંનેનું મિશ્રણ સ્કિનને રૂપાળી કરવામાં પણ મદદ કરે છે.
મધ-લીંબુનો ફેસ પેક બનાવવાની રીત
સૌપ્રથમ 1 ચમચી મધમાં લીંબુના ૩-4 ટીપા નાખીને બરાબર મિક્સ કરી દો.ત્યારબાદ આ પેકને ચેહરા પર લગાવી 15 મિનિટ સુધી રાખો.અને પછી પાણીથી ચહેરાને ઘોઈ નાખો.તમને થોડા જ દિવસોમાં સ્કિન પર અસર જોવા મળશે. લીંબુ અને મધના બેસ્ટ ઉપાયથી સ્કિનમાં નેચરલ ગ્લો આવશે.અને સ્કિન અંદરથી ક્લીન થઇ જશે.આ સાથે સ્કિનની ચમક પણ વધારી દેશે.