
મહારાષ્ટ્રઃ અનિલ દેશમુખના રાજીનામું આપ્યા બાદ હવે દિલીપ પાટિલ સંભાળશે ગૃહમંત્રીનો પદભાર
- મહારાષ્ટ્રના ગૃહમંત્રીનું રાજીનામું
- નવા ગૃહમંત્રી બનશે દિલીપ પાટિલ
મુંબઈ – આજ રોજ મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો છવાયો હતો, મહારાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ વાદવિવાદોમાં સપડાયા બાદ તેમણે થોડા કલાકો પહેલા જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું સોપ્યું હતુ અને આ વાત સમાચારોમાં વહેતી થઈ હતી, ત્યારથી દરેકના મનમાં સવાલ હતો કે નવો પદભાર કોને મળશે, ત્યારે હવે ગૃહમંત્રીનો નવો પદભાર સંભાળનારનું નામ બહાર આવ્યું છે.
નવા ગૃહમંત્રી તરીકે દિલીપ પાટિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે,દિલીપ પાટીલ મહારાષ્ટ્રના અંબેગાંવના રહેવાસી છે,રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના છ વખતના મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે.હાલ તેઓ મહારાષ્ટ્ર રાજ્યની સરકારમાં જ આબકારી અને શ્રમ વિભાગનું મંત્રી પદ સંભાળી રહ્યા છે
આ પહેલા પણ તેઓ અનેક મોટી જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.નાણા અને યોજના મંત્રાલય, ઊર્જા મંત્રાલય, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રાલય અને તબીબી શિક્ષણ મંત્રાલયના તેઓ એક સમયે અધ્યક્ષ રહી ચૂક્યા છે.ઉલ્લેખનીય છે કે દેસનુખ પર લાગેલા આરોપ બાદ તેમણે રાજીનામું આપ્યું છે ત્યારે હવે તેમનો પદભાર દિલીપ પાટિલ સંભાળશે.
સાહિન-