1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહારાષ્ટ્ર – મુંબઈમાં કોરોનાનો કહેર,એક જ દિવસમાં 700થી વધુ કેસ નોંધાયા – 4 હજાર લોકો પાસે વસુલાયો દંડ
મહારાષ્ટ્ર – મુંબઈમાં કોરોનાનો કહેર,એક જ દિવસમાં 700થી વધુ કેસ નોંધાયા – 4 હજાર લોકો પાસે વસુલાયો દંડ

મહારાષ્ટ્ર – મુંબઈમાં કોરોનાનો કહેર,એક જ દિવસમાં 700થી વધુ કેસ નોંધાયા – 4 હજાર લોકો પાસે વસુલાયો દંડ

0
Social Share
  •  મહારાષ્ટ્રમાં કોરોનાએ રફ્તાર પકતડી
  • મુંબઈમાં ેક જ દિવસમાં 700થી વધુ કેસ નોંધાયા

મુંબઈ- ભારતમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં કોરોના ઉથલો માકરી રહ્યો હોય. તેવું પણ જોવા મળી રહ્યું છે, મહારાષ્ટ્રના કોરોનાના કેસના આંકડા ચિંતાજનક છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં કોરોના સંક્રમિતોના 721 નવા કેસ નોંધાયા છે.

આ સાથે જ આ વિસ્તારોમાં માસ્ક ન પહેરવા બદલ 4 હજાર લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. બુધવારના રોજ રાજ્યભરના 4 હજાર 787 લોકોમાં કોરોના પોઝિટિવ મળી આવ્યો છે, જે આ વર્ષે એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલ આંકડો છે. અહીં કેસની વધતી સંખ્યાને કારણે લોકડાઉન લાદવામાં આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મંગળવારના રોજ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, લોકો બેદરકારી દાખવી રહ્યા છે. હવે લોકો પર તે વાત નિર્ઙર કરે છે કે તેઓ લોકડાુન ઈચ્છે છે કે આંશિક પાબંધિઓ સાથે જીવન જીવવા ઈચ્છે છે

રાજ્યના આરોગ્ય વિભાગે કહ્યું કે, કોરોનાના કુલ કેસ વધીને 20 લાખ 76 હજાર 093 થઈ ગયા છે. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમરાવતીમાં મહત્તમ કેસોમાં વધારો થયો છે જ્યાં મંગળવારે 82 કેસ નોંધાયા હતા, જ્યારે બુધવારે તેની સંખ્યા વધીને 230 થઈ ગઈ છે.

તેમણે માહિતી આપી કે રાજ્યમાં 38 હજાર 013 લોકો સંક્રકિમત છે જેના કારણે તેઓ  સારવાર લઈ રહ્યા છે. આ સતત આઠમો દિવસ છે જ્યારે એક જ દિવસમાં ત્રણ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ છેલ્લા કેટલાક અઠવાડિયા કરતા વધુ સંક્રમણનો વધુ ફેલાવો સૂચવે છે. રાજ્યમાં મુંબઈમાં ફરી એકવાર સૌથી વધુ 721 કેસ નોંધાયા છે.

સાહિન-

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code