1. Home
  2. ગુજરાતી
  3. એમેઝોનના જેફ બેઝોસ ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા
એમેઝોનના જેફ બેઝોસ ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

એમેઝોનના જેફ બેઝોસ ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

0
Social Share
  • જેફ બેઝોસ ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા
  • એલન મસ્કને પાછળ છોડી બેઝોસે આ પદ પ્રાપ્ત કર્યું
  • જેફ બેઝોસની કુલ સંપત્તિ 19100 કરોડ ડોલર

એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બેઝોસે ટેસ્લાના સીઈઓ એલન મસ્કને પાછળ છોડી આ પદ પ્રાપ્ત કર્યું છે. હકીકતમાં, મંગળવારે ટેસ્લા ઇન્સના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે મસ્ક પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિનેયર ઈન્ડેક્સ મુજબ, જેફ બેઝોસની કુલ સંપત્તિ લગભગ 14.10 લાખ કરોડ રૂપિયા છે.

રિપોર્ટ મુજબ, જેફ બેઝોસની કુલ સંપત્તિ 19100 કરોડ ડોલર એટલે કે લગભગ 14.10 લાખ કરોડ રૂપિયા છે. બેઝોસ છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા,પરંતુ જાન્યુઆરી 2021 માં મસ્ક તેને પાછળ છોડીને સૌથી ધનિક વ્યક્તિ બની ગયા. બેઝોસની સંપત્તિ મસ્ક કરતાં 95.5 કરોડ ડોલર વધારે છે.

મંગળવારે ટેસ્લાના શેર 2.4 ટકા તૂટીને 796.22 ડોલર પર બંધ થયા હતા. આનાથી એલન મસ્કની સંપત્તિમાં 4.58 અરબ ડોલરનો ઘટાડો થયો હતો. હવે મસ્કની કુલ સંપત્તિ 19૦૦૦ કરોડ ડોલર છે.ગત મહિને, એલન મસ્ક જેફ બેઝોસને પાછળ રાખીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.

2021 માં ટેસ્લાના માલિક એલન મસ્કની સંપત્તિમાં અત્યાર સુધીમાં 2050 કરોડ ડોલરનો વધારો થયો છે, જ્યારે જેફ બેઝોસની સંપત્તિમાં ફક્ત 88.40 કરોડ ડોલરનો વધારો થયો છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં 458 કરોડ ડોલરનો ઘટાડો થયો છે. 26 જાન્યુઆરીથી ટેસ્લાના શેરમાં 10 ટકાથી વધુ ઘટાડો થયો છે.

બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક મુજબ બિલ ગેટ્સ 137 અરબ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે, 116 અરબ ડોલરની સંપત્તિ સાથે બર્નાર્ડ અર્નાલ્ટ ચોથા ક્રમે અને 104 અરબ ડોલરની સંપતિ સાથે માર્ક ઝુકરબર્ગ પાંચમા સ્થાન પર છે.

-દેવાંશી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code