
મહારાષ્ટ્રમાં કોરોના સ્ટ્રેનની દહેશત – સરકારે 31 જાન્યુઆરી સુધી લોકડાઉનના પ્રતિબંધ લંબાવ્યા
મહારાષ્ટ્રમાં લોકડાઉનના પ્રતિબંધો વધારાયા
- 31 જાન્યુઆરી સુધી લંબાવાઈ પાબંધિઓ
- કોરોના સ્ટ્રેનની દેહશત વર્તાઈ રહી છે
દિલ્હીઃ-મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 3 હજારથી વધુ નોંધાયેલા નવા કેસ સાથે સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા વધીને 19 લાખ 25 હજાર 066 થઈ ચૂકી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારે કોવિડ -19 ને અટકાવવા માટે 31 જાન્યુઆરી 2021 સુધી રાજ્યમાં લોકડાઉન પ્રતિબંધો લંબાવી દીધા છે.
આ બાબતે એક પરિપત્ર 29 ડિસેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો છહતો. પરિપત્રમાં જણાવાયું છે કે, ‘રાજ્યમાં કોવિડ -19 વાયરસ ફેલાવાનો ભય છે. જેના કારણે વાયરસના ફેલાતા અટકાવવાન હેતુથી કેટલાક કટોકટીનાં પગલાં અપનાવીને રાજ્યમાં લોકડાઉન 31 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યું છે.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે ગતિવિધિઓને પહેલાથી મંજૂરી આપવામાં આવી છે તે ચાલુ રહેશે. સરકારે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા લોકડાઉન પ્રતિબંધોને હળવા કર્યા છે. ગયા મહિને સરકારે પૂજા સ્થળો ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. રાજ્યના કેટલાક ભાગોમાં 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટેની શાળાઓ પણ ફરી શરૂ થઈ છે.
સરકારે આ લોકડાઉનના પ્રતિબંધો એવા સમયે લંબાવ્યા છે કે જ્યારે બ્રિટનથી પરત ફરેલા ત્રણ મુસાફરો 25 ડિસેમ્બર પછી મુંબઇ પહોંચ્યા છે.આ ત્રણેય યાત્રીઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. એવું માનવામાં આવે છે કે તેઓ કોવિડ -19 ના નવા સ્ટ્રેનથી પણ સંક્રમિત થઈ શકે છે. તે જ સમયે, ભારતમાં આ નવા સ્ટ્રેન ગ્રસ્ત લોકોની સંખ્યા 20 થઈ ચૂકી છે.
સાહિન-