1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશના ગાંધીભવનમાં રાખવામાં આવેલી બાપુની અસ્થિઓની ચોરી!
મધ્યપ્રદેશના ગાંધીભવનમાં રાખવામાં આવેલી બાપુની અસ્થિઓની ચોરી!

મધ્યપ્રદેશના ગાંધીભવનમાં રાખવામાં આવેલી બાપુની અસ્થિઓની ચોરી!

0
Social Share
  • ગાંધીબાપુની અસ્થિઓની ચોરી
  • મધ્યપ્રદેશના ગાંધીભવનમાંથી થઈ ચોરી
  • લોકોમાં આક્રોશ

રીવા : એક તરફ જ્યાં આખો દેશ 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી રહ્યો હતો, તે સમયે મધ્યપ્રદેશમાં એક શરમજનક ઘટના બની હતી. જે સીધી મહાત્મા ગાંધી સાથે જોડાયેલી છે. અહીં રીવાના બાપુભવનમાં રાખવામાં આવેલી મહાત્મા ગાંધી તસવીર પર કેટલાક અજાણ્યા લોકોએ રાષ્ટ્રદ્રોહી લખ્યું હતું. બાદમાં ત્યાં રાખવામાં આવેલી અસ્થિઓને પણ ચોરી લીધી હતી.

પોલીસે કહ્યું છે કે રીવા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુરમીતસિંહની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલામાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખની કોશિશ કરી રહી છે. પોલીસ આરોપીઓને હજી સુધી પકડી શકી નથી.

જાણકારી પ્રમાણે, મહાત્મા ગાંધીના બાદ તેમની અસ્થીઓને નદીમાં પ્રવાહીત કરવામાં આવી નથી. તેમણે દેશભરમાં મહાત્મા ગાંધી સાથે સંબંધિત મ્યુઝિયમોમાં રાખવામાં આવી હતી. રીવાનું ગાંધી ભવન એક સંગ્રહાલય છે. મહાત્મા ગાંધીની અસ્થિઓને આ સંગ્રહાલયમાં 1948માં રાખવામાં આવી હતી. દરરોજ અહીં મોટી સંખ્યામાં લોકો તેમના દર્શન માટે આવે છે.

મહાત્મા ગાંધીની અસ્થિઓની ચોરી થયા બાદ રાજ્યભરના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નારાજગી છે. રીવામાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં તેને લઈને રોષ છે. કોંગ્રેસનું કહેવું છે કે મહાત્મા ગાંધીની અસ્થિઓ કોઈ રાષ્ટ્રવિરોધી જ ચોરી શકે છે. કાર્યકર્તાઓએ આરોપીઓની ઝડપી ધરપકડ નહીં થવાની સ્થિતિમાં પ્રદર્શનની ચેતવણી આપી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code