1. Home
  2. ગુજરાતી
  3. હિમાલયના શિખરો પરથી ચીનને આંખ દેખાડશે ભારત, અરુણાચલમાં કરશે મોટો યુદ્ધાભ્યાસ
હિમાલયના શિખરો પરથી ચીનને આંખ દેખાડશે ભારત, અરુણાચલમાં કરશે મોટો યુદ્ધાભ્યાસ

હિમાલયના શિખરો પરથી ચીનને આંખ દેખાડશે ભારત, અરુણાચલમાં કરશે મોટો યુદ્ધાભ્યાસ

0
Social Share
  • જિનપિંગ આવશે ભારતની મુલાકાતે
  • જિનપિંગની મુલાકાત વખતે અરુણાચલમાં યુદ્ધાભ્યાસ
  • ભારતીય સેના દ્વારા અરુણાચલમાં થશે યુદ્ધાભ્યાસ

નવી દિલ્હી: ભારતીય સેના ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલથી લગભગ 100 કિલોમીટરના અંતરે 14 હજાર ફૂટની ઊંચાઈ પર અત્યાર સુધીનો સૌથી વધુ સુનિયોજીત યુદ્ધાભ્યાસ શરૂ કરવા જઈ રહી છે. તેને હિમવિજય નામ આપવામાં આવ્યું છે. યુદ્ધાભ્યાસ 24 ઓક્ટોબર સુધી ચાલશે. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના બે મહત્વપૂર્ણ તબક્કા હશે, જેમા એક 7થી10 ઓક્ટબર અને બીજો 20થી 24 ઓક્ટોબર સુધી ચાલશે. યુદ્ધાભ્યાસમાં ભૌગોલિક પડકારોથી પાર પમાવા સેના ઝડપથી કેવી રીતે એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચશે, સારું કમ્યુનિકેશન થાય અને કોઓર્ડિનેશન કેવી રીતે સારું બનાવવામાં આવે. આ તમામ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

યુદ્ધાભ્યાસમાં 3 બેટલ ગ્રુપ 4-4 હજારની સૈન્ય ક્ષમતાથી સજ્જ હશે. સૈન્ય જમાવડો, હવાઈ યુદ્ધ અને પહાડો પર યુદ્ધ કૌશલને કેવી રીતે અંજામ આપવો તી કવાયત થશે. તેના માટે સેના અને વાયુસેનાના હેલિકોપ્ટર 15 હજાર ફૂટની ઊંચાઈ પર સૈન્ય જમાવડાની સાથે તેમને સૈન્ય સરસામાન પહોંચાડવામાં મદદ કરશે.

સૂત્રો પ્રમાણે, આ નવા બનાવવામાં આવેલા ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ એટલે કે આઈજીબીનું પહેલું પરીક્ષણ છે. અત્યાર સુધી સેનાની એક કોરની અંદર ડિવિઝન અને પછી ડિઝનની અંદર બ્રિગેડ આવે છે. પરંતુ આઈજીબીમાં કોર પાસેથી સીધો 8થી 10 બ્રિગેડને નિર્દેશ મળી શકશે. એટલે કે ઓપરેશન હોય અથવા યુદ્ધ કમાન્ડમાં કોઈ અડચણ અથવા વચ્ચેનું સ્તર નહીં હોય.

યુદ્ધાભ્યાસમાં જોવાઈ રહ્યું છે કે મલ્ટીપલ લેયરને સમાપ્ત કરી સિસ્ટમ કેટલી સફળતાથી કામ કરી શકે છે. આ યુદ્ધાભ્યાસમાં ત્રણ બેટલ ગ્રુપ ભાગ લઈ રહ્યા છે. જેમાં માઉન્ટેન અસોલ્ટ, મોબીલાઈઝેશન અને એર એસોલ્ટ સામેલ છે. તેની સાથે જ સ્પેશયલ ફોર્સ પેરાટ્રૂપર્સ પણ આમા ભાગ લઈ રહ્યા છે.

શી જિનપિંગની યાત્રા છતાં અને તે યાત્રા દરમિયાન પણ સેનાનો અરુણાચલ પ્રદેશમાં યુદ્ધાભ્યાસ ચાલુ રહેશે. સ્પષ્ટ છે કે ન્યૂ ઈન્ડિયા અરુણાચલથી ચીનને સ્પષ્ટ સંદેશ આપશે કે તેની સુરક્ષા વ્યવસ્થાથી કોઈપણ પ્રકારની સમજૂતી થવાની નથી. રસપ્રદ વાત એ છે કે આ યુદ્ધાભ્યાસ ઓક્ટોબરના તે મહીનાથી શરૂ થઈ રહ્યો છે, કે જે માસમાં ચીને 1962માં અરુણાચલ પ્રદેશ પર હુમલો કર્યો હતો.

મીડિયા અહેવાલ પ્રમાણે, પહેલા આ કવાયતને નીચલા વિસ્તારોમાં કરવાની યોજના હતી. બાદમાં જોવામાં આવ્યું કે આઈબીજીને જ્યારે યુદ્ધની સ્થિતિમાં પંદર હજાર ફૂટથી ઊંચા શિખરો પર લડવનું થશે, તો પછી આ યુદ્ધાભ્યાસને નીચાળવાળા વિસ્તારમાં કરવાનો શો ફાયદો? પરિસ્થિતિમાં યુદ્ધની નવી રણનીતિનું પરીક્ષણ થવું જોઈએ. તેના પછી કવાયત માટે અરુણાચલ પ્રદેશના પડકારભર્યા હિમાલયના ગગનચુંબી શિખરોની પસંદગી કરવામાં આવી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code