Homeગુજરાતીદેશ-વિદેશબલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો, BLAનો દાવો - 25 સૈનિકો...

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો, BLAનો દાવો – 25 સૈનિકો માર્યા ગયા

ઈસ્લામાબાદ, 04 સપ્ટેમ્બર 2026: બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. BLA એ દાવો કર્યો છે કે આ હુમલા દરમિયાન તેમણે પાકિસ્તાનના 25 સૈનિકોને મારી નાખ્યા અને સેનાના બે વાહનોને આગ ચાંપી દીધી.

‘ધ બલોચિસ્તાન પોસ્ટ’ અનુસાર, BLAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમના લડવૈયાઓએ ઝિયારત ક્રોસ ખાતે સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. તેમણે વાહનો પર હુમલો કર્યો અને સેનાના ટ્રક સહિત બે વાહનોનો નાશ કર્યો.

પાકિસ્તાની સેનાના 25 સૈનિકો માર્યા ગયા

બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે આ હુમલામાં પાકિસ્તાની સેનાના 18 સૈનિકો માર્યા ગયા હતા, પરંતુ બાદમાં મૃત્યુઆંક વધીને ૨૫ થઈ ગયો હતો.

BLA એ તેની અધિકૃત મીડિયા ચેનલ ‘હક્કલ’ પર આ હુમલાનો 1 મિનિટ 11 સેકન્ડનો વીડિયો ટ્રેલર પણ જાહેર કર્યો. સંગઠનનું કહેવું છે કે આ વીડિયોમાં ઝિયારત ક્રોસ પર થયેલા હુમલાના દ્રશ્યો છે.

BLA દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં, પાકિસ્તાની લશ્કરના સળગતા વાહનોની નજીક સશસ્ત્ર લડવૈયાઓ જોવા મળે છે. વીડિયોમાં ઘટનાસ્થળે મૃતદેહો તેમજ જપ્ત કરાયેલા હથિયારો પણ દેખાય છે.

આ ટ્રેલર રિલીઝ કરતી વખતે બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લખ્યું કે સંપૂર્ણ વીડિયો આવવાનો બાકી છે અને તે પછીથી રિલીઝ કરવામાં આવશે.

BLA ના એક નિવેદન અનુસાર, એક અલગ ઘટનામાં, જૂથના ‘સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ’ (STOS) એ સુરાબના હાજિકા વિસ્તારમાં વિસ્ફોટકોથી ભરેલા વાહનને રિમોટ દ્વારા વિસ્ફોટ કરીને ઉડાવી દીધું હતું. BLA એ દાવો કર્યો હતો કે આ હુમલામાં સેનાનું એક વાહન નાશ પામ્યું હતું અને સાત સૈનિકો માર્યા ગયા હતા.

વધુ વાંચો: ભારત પ્રથમ વખત હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું આયોજન કરશે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular