Homeગુજરાતીગુજરાતભારત પ્રથમ વખત હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું આયોજન કરશે

ભારત પ્રથમ વખત હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું આયોજન કરશે

નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર 2026: ભારત પ્રથમ વખત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ‘હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ’નું આયોજન કરશે, જેમાં 20 દેશોના 100થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા 2026ની સિરીઝનો ત્રીજો તબક્કો છે. અગાઉની સ્પર્ધાઓ 30 જૂનથી 4 જુલાઈ દરમિયાન બેંગકોક અને નોવે મેસ્ટો ખાતે યોજાઈ હતી, જ્યારે ચોથો અને અંતિમ તબક્કો ઓક્ટોબરમાં ચિલીના સેન્ટિયાગો ખાતે યોજાનાર છે.

આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, W1 અને દ્રષ્ટિહીન (વિઝ્યુઅલી ઈમ્પેયર્ડ) શ્રેણીઓનો સમાવેશ થશે.

આ સ્પર્ધામાં ભારત, ચીન, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, યુએસએ, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, સાયપ્રસ, ચેકિયા, ઈરાક, રશિયા અને શ્રીલંકા ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધાનું વિધિવત ઉદ્ઘાટન 4 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.

વધુ વાંચો: મહિલા એશિયા કપ2026: હોંગકોંગને 137 રનથી હરાવીને ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular