1. Home
  2. ગુજરાતી
  3. આ દેશમાં ફરવા જવાનો બનાવો પ્લાન,અહીં છે ભારતીય કરન્સીની વેલ્યુ
આ દેશમાં ફરવા જવાનો બનાવો પ્લાન,અહીં છે ભારતીય કરન્સીની વેલ્યુ

આ દેશમાં ફરવા જવાનો બનાવો પ્લાન,અહીં છે ભારતીય કરન્સીની વેલ્યુ

0
Social Share

અત્યારના સમયમાં મોટાભાગના લોકો વિચારે છે કે તેમને એક વાર વિદેશમાં પણ ફરવા મળી જાય, કેટલાક લોકો લંડન અને અમેરિકામાં જ ફરવાનું વિચારતા હોય છે પરંતુ કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં ઓછા રૂપિયામાં વધારે ફરી શકાય છે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે આફ્રિકાના દેશની તો ઝિમ્બાબ્વે દેશમાં એક રુપિયાની કિંમત 5.85 ઝિમ્બાબ્વે ડોલર છે. આ દેશ એક ફરવા લાયક દેશ છે. ત્યા તમે શાનદાર રહેવાની જગ્યા, એગ્જોટિક સફારી અને ફૂડનો આનંદ લઈ શકો છો.

આ ઉપરાંત કંબોડિયા પણ ફરવા જઈ શકો છો કારણ કે આ એક ઐતિહાસિક દેશ છે. તે ભારતીયો માટે ફરવાલાયક જગ્યામાંથી શ્રેષ્ઠ જગ્યા છે. ત્યાં 1 રુપિયાની કિંમત 63.93 રિએલ છે. ત્યાંની જોવાલાયક જગ્યાઓમાં પ્રાચીન અવશેષ, હરિયાળી ધરાવતા જંગલો અને બીજી અન્ય જગ્યાઓ છે.

આઈસલેન્ડ દેશ પણ સરસ છે, આ ધરતીની સુંદર જગ્યાઓમાંથી એક છે આઈસલેન્ડ દેશ. અહીં તમને સ્વર્ગ જેવો અનુભવ થશે. ત્યાં 1 ભારતીય રુપિયાની કિંમત 1.87 આઈસલેન્ડિક ક્રોન છે. સાથે સાથે જો વાત કરવામાં આવે વિયેતનામની તો વિયતનામમાં તમને લાગશે કે આ દેશમાં ભારતીય રુપિયા જ રાજા છે. આ દેશમાં ઘણા ફરવાલાયક સ્થળો છે. અહીં 1 રુપિયાની કિંમત 338.35 ડોન્ગ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code