1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઘરે જ બનાવો સ્ટ્રીટ ફૂડથી પણ ટેસ્ટી ચણા ચિલી, જાણો રેસીપી
ઘરે જ બનાવો સ્ટ્રીટ ફૂડથી પણ ટેસ્ટી ચણા ચિલી, જાણો રેસીપી

ઘરે જ બનાવો સ્ટ્રીટ ફૂડથી પણ ટેસ્ટી ચણા ચિલી, જાણો રેસીપી

0
Social Share

ચાઈનીઝ ફુડનું નામ પડતાની સાથે જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે પરંતુ તેમાં થતા મેંદાના ઉપયોગને કારણે અનેક લોકો તેને આરોગવાનું ટાળે છે. પરંતુ ચના(ચણા) ચિલી એવી ડીશ છે જને બનાવવા માટે મેંદાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમજ ટેસ્ટ પણ એટલો જોરદાર છે કે, બહાર મળતા સ્ટ્રીટ ફૂડને પણ ભૂલી જશો. તો જાણો જાણો ચના ચિલીની રેસીપી…

  • સમગ્રી

કાબુલી ચણા- એક કપ (બાફેલા)

લીલી ડુંગળી-1 (નાની કાપેલી)

કોર્નફ્લોર- 2 ચમચી

સોયા સોસ- 2 ચમચી

ટોમેટો સોસ- 1 ચમચી

કોથમી- સજાવટ માટે

શિનલા મરચુ- 2 (નાની સમારેલ)

ચિલી સોસ- એક ચમચી

મરી પાઉડર- અડધી ચમચી

મીઠુ-સ્વાદ અનુસાર

આદૂ-લસણની પેસ્ટ- એક ચમચી

તેલ- તળવા માટે

વિનેગર- એક નાની ચમચી

  • બનાવવાની રીત

સૌ પ્રથમ તમે બાફેલા ચણાને વાસણમાં નાખો, તેમાં કોર્નફ્લોર અને થોડુ મીઠુ યોગ્ય રીતે મિક્સ કરો. હવે એક પેન ઉપર થોડુ તેલ ગરમ કરો, ચણાને ધીમી આંચ ઉપર ફ્રાય કરો, હળવા કુરકુરા થાય પછી તેને બહાર કાઢી લો… જે બાદ એક કડાઈમાં એક મોટી ચમચી તેલ નાખીને ગરમ કરો, તેમાં આદૂ અને લીલુ મરચુ નાખીને સ્મેલ આવે ત્યાં સુધી ફ્રાય કરો. હવે ડુંગળી અને શિમલા મીર્ચ નાખી યોગ્ય રીતે તૈયાર કરો. હવે સોયા સોસ, ચિલી સોસ, ટોમેટો સોસ અને વિનેગર નાખો. આ ઉપરાંત મરી પાઉડર અને મીઠુ નાખો. સોસને યોગ્ય રીતે મિક્સ કરીને એક મીનિટ સુધી ફ્રાય કરો. હવે તૈયાર કરેલા કુરકુરે ચણાને પેનમાં નાખો અને સારી રીતે મિક્સ કરો, જેથી સોસ દરેક ચણામાં સારી રીતે ભળી જાય. તેની ઉપર ડુંગળી અને કોથમી નાખીને ગેસ બંધ કરી દો. તૈયાર થયેલા ગરમા-ગરમ ચણા ચિલી એક પ્લેટમાં નિકાળીને સર્વ કરો. આ ડિશ પરિવારના તમામ સભ્યોને ટેસ્ટી લાગશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code