ઘરે બનાવો સમર સ્પેશિયલ ભરેલા લીંબુનું અથાણું, જાણો રેસીપી
રેસીપી, 25 એપ્રિલ 2026: ઉનાળા હોય કે શિયાળો, ભોજનમાં જો ચટાકેદાર ‘લીંબુનું અથાણું’ હોય તો જમવાનો સ્વાદ બમણો થઈ જાય છે. સામાન્ય રીતે લીંબુનું અથાણું બનતા ઘણો સમય લાગે છે, પણ અહીં શેર કરેલ મસાલેદાર ‘સ્ટફ્ડ લેમન પિકલ’ અથવા ભરેલા લીંબુનું અથાણું (Stuffed Lemon Pickle) બનાવવાની પરફેક્ટ રીત આપી છે.
તાજા લીંબુ, રાઈના કુરિયા અને ખાસ મસાલાઓ સાથે તૈયાર થતું આ અથાણું સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે.
ભરેલા લીંબુનું અથાણું રેસીપી
સામગ્રી
12-13 લીંબુ
1 ચમચી પીળા સરસવના દાણા
1 ચમચી મેથી દાણા
1 ચમચી વરિયાળી
1 ચમચી સરસવના દાણા
3 ચમચી લાલ મરચું પાવડર
3- 4 ચમચી વાટેલો મસાલો
1 ચમચી હિંગ
2 ચમચી ખાંડ
ભરેલા લીંબુનું અથાણું બનાવાની રીત
સૌ પ્રથમ તાજા મોસમી લીંબુ લો, તેમને પાણીથી સારી રીતે ધોઈને સૂકવી લો, તમે તેમને થોડા સમય માટે સૂકવી શકો છો, હવે તેને ચાર ભાગમાં કાપી લો.
હવે 1 ચમચી પીળા સરસવના દાણા, 1 ચમચી સરસવના દાણા, 1 ચમચી મેથી દાણા, 1 ચમચી વરિયાળી શેકી લો અને તેને બરછટ પાવડરમાં પીસી લો.
એક મોટા વાસણમાં 1 ચમચી હળદર પાવડર, 3 ચમચી લાલ મરચું પાવડર, 3- 4 ચમચી વાટેલો મસાલો, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી હિંગ અને 2 ચમચી દળેલી ખાંડ નાખો.
આ મસાલા પાવડરને લીંબુમાં સારી રીતે ભરો, એક બરણીમાં, બધા લીંબુ ઉમેરો અને ગરમ તેલનો વઘાર કરી (ઓછામાં ઓછું 5-6 ચમચી તેલ હોવું જોઈએ) નાખો. ઢાંકણ બંધ રાખો અને તેને તડકામાં રાખો. 8-10 દિવસ સુધી આ અથાણું ફ્રેશ રહેશે.


