1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો આ 4 પ્રકારના ટેસ્ટી અને હેલ્ધી શેક્સ
ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો આ 4 પ્રકારના ટેસ્ટી અને હેલ્ધી શેક્સ

ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો આ 4 પ્રકારના ટેસ્ટી અને હેલ્ધી શેક્સ

0
Social Share

ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આવા સમયે બપોરે કઈક ઠંડું અને સ્વાદિષ્ટ પીવા મળી જાય તો આખો દિવસ તાજગીભર્યો પસાર થાય છે. બજારના ભેળસેળિયા ઠંડા પીણાં પીવાને બદલે તમે ઘરે જ શુદ્ધ અને પૌષ્ટિક શેક બનાવી શકો છો. અહીં અમે કેટલીક એવી સરળ રેસીપી આપી રહ્યા છીએ જે માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જશે.

ફ્રેશ સ્ટ્રોબેરી શેકઃ સ્ટ્રોબેરી શેક દેખાવમાં જેટલો સુંદર છે, પીવામાં તેટલો જ રિફ્રેશિંગ હોય છે. તાજી સ્ટ્રોબેરીને ધોઈને સાફ કરી લો. મિક્સરમાં સ્ટ્રોબેરી, ઠંડું દૂધ, સ્વાદ મુજબ ખાંડ અને બરફના ટુકડા નાખીને બ્લેન્ડ કરો. તૈયાર શેકને ગ્લાસમાં કાઢી ઉપરથી સ્ટ્રોબેરીના ટુકડાથી સજાવીને સર્વ કરો.

બનાના શેકઃ જો ઘરમાં કેળા વધુ પાકી ગયા હોય તો ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ આ એનર્જી ડ્રિંક બનાવવામાં કરો. પાકેલા કેળા, ઠંડું દૂધ, ખાંડ (અથવા મધ) અને આઈસ ક્યુબ્સને મિક્સર જારમાં નાખીને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. ઉપરથી કાજુ-બદામની કતરણ નાખીને ઠંડું-ઠંડું સર્વ કરો. આ શેક વજન વધારવામાં પણ મદદરૂપ છે.

બાળકોનો ફેવરિટ ચોકલેટ શેકઃ બાળકોને દૂધ પીવામાં આનાકાની હોય તો ચોકલેટ શેક બેસ્ટ ઓપ્શન છે. એક ગ્લાસ દૂધમાં 2 ચમચી ચોકલેટ સિરપ, થોડી ખાંડ અને બરફ નાખીને મિક્સરમાં ફેરવી લો. ગ્લાસની દીવાલ પર થોડું ચોકલેટ સિરપ લગાવી શેક અંદર ભરો અને ઉપરથી ચોકલેટ ચિપ્સ ભભરાવીને બાળકોને આપો.

હેલ્ધી ડ્રાય ફ્રૂટ શેકઃ આ શેક માત્ર ટેસ્ટી જ નથી પરંતુ પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર છે. રાત્રે બદામ, કાજુ અને કિસમિસને પાણીમાં પલાળી રાખો. સવારે પલાળેલા ડ્રાય ફ્રૂટ્સને મિક્સરમાં લો, તેમાં ઠંડું દૂધ, મધ અને બરફ ઉમેરીને ક્રીમી ન થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. ઉપરથી ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code