1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં બાયોડિઝલ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મનિષ મારવાડી આખરે પકડાયો
સુરતમાં બાયોડિઝલ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મનિષ મારવાડી આખરે પકડાયો

સુરતમાં બાયોડિઝલ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મનિષ મારવાડી આખરે પકડાયો

0
Social Share

સુરત : ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ ગુજરાતમાં ગેરકાયદે બોયો ડિઝલનો કાળો કારોબાર વધ્યો છે, તેને લીધે પ્રદુષણના પ્રશ્નો પણ ઊભા થયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય સમયથી બાયોડીઝલનું વેચાણ ધુમ ચાલી રહ્યું છે. જેને કારણે બાયોડિઝલના વેચાણ કૌભાંડને ઝડપી પાડવા રાજ્ય સરકારે આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે  પાંડેસરા અને સરથાણામાં કેમિકલ મિશ્રિત બાયોડીઝલનું વેચાણ કરવામાં વોન્ટેડ મનીષ મારવાડીને ઇકો સેલે ઝડપી પાડ્યો હતો. મુંબઇ પોર્ટ અને કંડલાથી ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ લાવી તેમાં પાંડેસરાના ગોડાઉનમાં ભેળસેળ કરી બાયોડીઝલના નામે વેચવાનું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.

ઇકોનોમિક સેલે ગત મહિને સરથાણા પાંડેસરા વિસ્તારના એક ગોડાઉનમાંથી જુદા-જુદા સાધનો સાથે 17000 લીટર બાયો ડીઝલનો જથ્થો પકડાતા મનિષ મારવાડી પોલીસ પકડથી બચવા માટે ભાગતો ફરતો હતો. જેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી બાયોડિઝલનું ધૂમ વેચાણ ચાલી રહ્યું હતું. ત્યારે સુરત પોલીસ દ્વારા થોડા સમય પહેલા જ સરથાણાં વિસ્તારમાં અલગ અલગ રેડ પાડી બે ફરિયાદો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.  જો કે મુખ્ય આરોપી નાસતો ફરતો હતો. દરમિયાન ઇકો સેલ દ્વારા આ બનાવમાં મનીષ મારવાડી નામના મુખ્ય આરોપીને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. મનીષ પોતે કંડલા અને મુંબઇના જવાહરલાલ નહેર પોર્ટ ઉપરથી ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ લઇ આવતો અને તેમાં પાંડેસરામાં બનાવેલા ગોડાઉનમાં ભેળસેળ કરી વેચતો હતો. મનિષ મારવાડીને સરથાણા પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ સહિતના ગુન્હામાં સંડોવણી હોવાથી સરથાણા પોલીસમાં પણ ગુના દાખલ થયા છે.

આ ઉપરાંત વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, મનિષ મારવાડી બાયો ડીઝલના વેપાર ધંધો છેલ્લા 7 માસથી પાંડેસરા ખાતે કરતો હોવાનું અને પોતે આ બાયો ડીઝલનો જથ્થો ઇન્ડ્રસ્ટ્રીમાં વપરાતા ઓઇલ તરીકે જવાહરલાલ નહેરૂ પોર્ટ, સેવા, નવી મુંબઇ, મહારાષ્ટ્ર તથા કંડલા પોર્ટ પરથી ખરીદ લાવી પોતાના પાંડેસરા સ્થિત ગોડાઉનમાં ઓઇલમાં ભેળ-સેળ કરી તે ઓઇલને બાયોડીઝલ બનાવી સુરત શહેરમાં તેના મળતીયા વેપારીઓને હોલસેલ તેમજ છુટકમાં વાહનોમાં ઉપયોગ કરવા સપ્લાય કરતો હતો. સરકારના ધારા-ધોરણ મુજબના કોઇપણ પ્રકારના પરવાનાઓ મેળવ્યા સિવાય કે સલામતીના સાધનો રાખ્યા વગર જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરી સપ્લાય કરી ગુનો આચરતો હતો. જે ગુનામાં પકડાઇ જતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code