1. Home
  2. ગુજરાતી
  3. વજન ઘટાડવા માટે આ વર્ષે ઘણા ડાયટ હતા ટ્રેન્ડમાં,જાણો આ ડાયટ ટ્રેન્ડ વિશે
વજન ઘટાડવા માટે આ વર્ષે ઘણા ડાયટ હતા ટ્રેન્ડમાં,જાણો આ ડાયટ ટ્રેન્ડ વિશે

વજન ઘટાડવા માટે આ વર્ષે ઘણા ડાયટ હતા ટ્રેન્ડમાં,જાણો આ ડાયટ ટ્રેન્ડ વિશે

0
Social Share

સુદ્રઢ શરીર બનાવવાની ઘેલછામાં રોજ લોકો નવા નવા નુસખાઓ અપનાવતા હોય છે.તેમાના કેટલાક પોતાનો ડાયટ પ્લાન કરતા હોય છે તો કેટલાક કુદરતી ઘરેલુ ઉપચાર અપનાવતા હોય છે.તો કેટલાક કસરત કરતા હોય છે.જો વર્ષ 2022 ની વાત કરીએ તો આ વર્ષે વજન ઘટાડવા માટે ઘણા ડાયટ ટ્રેન્ડમાં હતા. તો ચાલો જાણીએ આ ડાયટ ટ્રેન્ડ વિશે.

તાજા ફળો, તાજા લીલા શાકભાજી, આખા અનાજ , બદામ, કઠોળ અને ઓલિવ તેલ તેમજ ડેરી ફૂડ વગેરે આહારને વજન ઘટાડવાના ટ્રેન્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.આ આહાર મગજના કાર્ય, હૃદયના સ્વાસ્થ્ય અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે પણ જાણીતો છે.

જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે, એમાં તૂટક તૂટક ઉપવાસ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે.આ પ્રકારની ઉપવાસ સ્ટાઈલ દરેકને પસંદ આવી રહી છે.આમાં સવારનો નાસ્તો છોડવો અને દિવસમાં માત્ર બે જ ભોજન લેવાનો સમાવેશ થાય છે.આમ,વર્ષ 2022 ની શરૂઆતથી આ આહાર ખૂબ જ ચર્ચામાં છે.

ઘણા લોકો તેમના આહારમાં ચિયાના બીજનો સમાવેશ કરે છે.ઘણા સેલેબ્સે તેમના આહારમાં ચિયા સીડ્સ તેમજ અન્ય નટ્સ જેમ કે ફ્લેક્સ સીડ્સ, સબજા, કોળાના બીજ વગેરેનો સમાવેશ કર્યો હતો.

જો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો હોય તો તુલસી, અશ્વગંધા અને વિટામિન સી જેવી વસ્તુઓને આહારમાં સામેલ કરો.જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત થશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code