
મથુરાઃ- કુષ્ણભક્તોએ દર્શન માટે વધુ જોવી પડશે રાહઃ- દ્રારકાધિશ મંદિર 25 મે સુધી રહેશે બંધ
- મથુરાનું દ્રારકાધિશ મંદિર 25 મે સુધી રહેશે બંધ
- કોરોનાની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય
- આ પહેલા 20 મેના રોજ મેદિરના દ્રારા ખોલવાના હતા
- મંદિર અંદરથી ચાલુ રહશે, માત્ર સામાન્ય જનતા દર્શન નહી કરી શકે
દિલ્હીઃ-મથુરાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો એ હજી રાહ જોવી પડશે, કારણ કે મથુનાનું જગપ્રસિદ્ધ આ મંદિર હવે 25 મે સુધી બંધ હોવાથી ભક્તોએ ઈન્તઝાર કરવો પડશે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં હાલમાં લોકડાઉન 24 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ સંદર્ભે, મંદિર સાથે જોડાયેલા સુત્રોએ માહિતી આપી હતી કે, હાલની સ્થિતિને જોતા 25 મે સુધી ભક્તો માટે મંદિર નહીં ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જો કે આ સમગ્ર સમયગાળા દરમિયાન મંદિરમાં સેવા અંદરથી ચાલુ રહેશે. આ પહેલા દ્વારકાધીશ મંદિરના દરવાજા 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા વર્ષ 2020 માં પણ મથુરાના મંદિરોના દરવાજા લગભગ છ મહિનાથી બંધ રહ્યા હતા. કોરોના સંક્રમણ પછી, કોવિડ પ્રોટોકોલ હેઠળ મંદિરમાં ભક્તોના દરશનની ગોઠવણી કરવામાં આવી હતી.
મથુરામાં કોરોનાના વધતા સંક્રમણને લઈને અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સામાન્ય ભક્તો માટે શ્રી કૃષ્ણ-જન્માસ્થાનના દર્શન 24 મે સુધી બંધ રાખવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે , વ્યાપક જનહિતમાં લોકડાઉન સંબંધિત સૂચનોનું પાલન કરવા અને કોરોના વેક્સિન અપાવવા માટે ભક્તોને વિનંતી કરવામાં આવી છે.
આ સાથે જ મથુરા સ્થિતિ પ્રાચીન કેશવદેવ મંદિર પણ બંધ છે. હાલના સમયે આ મંદિર 21 મે સુધી બંધ રહેશે. પરંતુ એવું માનવામાં આવે છે કે જો લોકડાઉન 24 મે સુધી લંબાવાશે તો મંદિરના દરવાજા પણ લોકડાઉન દરમિયાન બંધ રહેશે. જો કે, ઠાકુરજીની સેવા અંદર ચાલશે.તો બીજી તરફ સપ્તકોસીક ગિરિરાજ પરિક્રમા લોકડાઉનને કારણે બંધ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અહીં હજારો શ્રધ્ધાળુંઓ આવતા હોય છે પરંચુ કોરોનાકાળમાં ભક્તોએ અનેક વખત મંદિરે આવવા માટે રાહ જોવી પડતી હોય છે.હાલ 25 મે સુધી મંદિરના દ્રારા બંધ રખાશે.