
મૉરિશસના પીએમ કાશીની મુલાકાતે પહોંચ્યા -કાશી વિશ્વધામની મુલાકાત લેશે, પિતાની અસ્થિઓનું આજે કરશે વિસર્જન
- મોરિષસના પીએમ ભારતની મુલાકાતે છે
- આજરોજ તેઓ કાશીની મુલાકત કરવા પહોંચ્યા છે
- અહી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કારયુ હતું
- પિતાની અસ્થિઓનું આજે તેઓ ગંગામાં કરશે વિસર્જન
દિલ્હી – ભારત દેશની મુલાકાતે હાલ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ આવેલા છે, તેઓ પોતાની 17 સભ્યોની ટીમ સાથે ત્રણ દિવસના પ્રવાસે વારાણસી આવી પહોંચ્યા છે. અમદાવાદથી સ્પાઈસ જેટનું વિશેષ વિમાન બુધવારે સાંજે 6:10 કલાકે બાબતપુર એરપોર્ટ પર ઉતર્યું હતું. મોરેશિયસના વડાપ્રધાનનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગન્નાથ આજરોજ ગુરુવારે કોઈ પણ પ્રકારના ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. તે આજે સવારે પોતાના પિતા અનિરુદ્ધ જગન્નાથની અસ્થિને ગંગામાં વિસર્જિત કરશે. આ પછી, કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે અને કાશી વિશ્વનાથ ધામની મુલાકાત લેશે.
વાતપુર એરપોર્ટ પર કેબિનેટ મંત્રી અનિલ રાજભર, બીજેપી નેતા શૈલેષ પાંડે, સહીતના નેતાઓ અને હસ્તીઓ દ્રારા તેઓનું ભવ્ય સ્વાગત એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું એરપોર્ટથી મોરેશિયસના વડાપ્રધાનનો કાફલો નડેસરની હોટલ જવા રવાના થયો હતો.હોટલ પર જતા વખતે રસ્તામાં વિવિધ સ્થળોએ શાળાના બાળકો ભારત અને મોરેશિયસના ધ્વજ સાથે અભિવાદન કરવા ઉભા જોવા મળ્યા હતા. સાથે જ અનેક જગ્યાએ લોક કલાકારોએ નૃત્ય રજૂ કર્યું હતું. રસ્તામાં અનેક જગ્યાએ સ્વાગત પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આવતી કાલે 22 એપ્રિલે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોરેશિયસના વડાપ્રધાનને મળવા વારાણસી જશે. શુક્રવારે તેઓ રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે નડેસરની સ્ટારેડ હોટેલમાં બેઠકપણ કરશે. આ સાથે જ મોરેશિયસના વડા શુક્રવારે સવારે 11.45 કલાકે દિલ્હી જવા રવાના થશે.