
રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી, હવામાન વિભાગનું અનુમાન
- રાજ્યમાં માવઠાની આગાહી
- આ જિલ્લાઓમાં આવી શકે છે વરસાદ
- હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદ:રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કેટલાક જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળી શકે છે અને તેના કારણે વરસાદ પડી શકે છે. નવસારીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને ભેજયુક્ત વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડીનો ચમકારો પણ લોકોને થયો છે.
ખેડૂતોને આ બાબતે પાક ફેલ જવાનો ભય પણ સતાવી રહ્યો છે અને આંબા પરથી મંજરીઓ ખરી જવાનો ડર પણ હાલ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે.’
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવે કેટલાક સમયથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને લોકોને હવે ઠંડીનો ચમકારો થઈ રહ્યો નથી પણ કેટલાક જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં ફરીવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.