1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગરીબ માણસ જશે તો ક્યાં જશે! અમૂલનું દૂધ તો મોંઘુ થયું,હવે છાશ અને દહીંના ભાવમાં પણ વધારો
ગરીબ માણસ જશે તો ક્યાં જશે! અમૂલનું દૂધ તો મોંઘુ થયું,હવે છાશ અને દહીંના ભાવમાં પણ વધારો

ગરીબ માણસ જશે તો ક્યાં જશે! અમૂલનું દૂધ તો મોંઘુ થયું,હવે છાશ અને દહીંના ભાવમાં પણ વધારો

0
Social Share
  • દૂધ બાદ દહીં અને છાશના ભાવમાં વધારો
  • લોકોને હવે દૂધ, દહીં અને છાશ પણ પડશે મોંઘી
  • દહીંના ભાવમાં 2 રૂપિયાનો વધારો

અમદાવાદ: દેશમાં અત્યારે મોટા ભાગની જીવનજરૂરીયાત વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલનો ભાવ કે જે 95 રૂપિયા જેટલો છે તે પણ લોકોને મોંઘો તો પડી રહ્યો છે પણ હવે તેવામાં અમૂલ દ્વારા પણ દૂધ-દહીં અને છાશનો ભાવ વધારી દેવામાં આવ્યો છે.

અમૂલ દૂધ બાદ દહીં-છાશના ભાવ વધ્યા છે અને નવા ભાવનો આજથી અમલ થશે જે પછી અમૂલ છાશના પેકેટ દીઠ એક રૂપિયો વધારે અને દહીંના ભાવમાં 2 રૂપિયા વધારે આપવા પડશે.

જાણકારો આ બાબતે કહી રહ્યા છે કે આ પ્રકારે વધતા ભાવની અસર રોજ જોવા મળશે નહીં પણ જ્યારે મહિનાના અંતમાં તેનો હિસાબ કરશો ત્યારે ખબર પડે છે કે કેટલી વસ્તુઓમાં વધારે કિંમત ચૂકવવી પડી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code