
MCD election:કેજરીવાલે જનતાને કરી અપીલ,દિલ્હીને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે વોટ આપો
દિલ્હી:આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે શહેરના લોકોને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં પ્રામાણિક અને વધુ સારા શાસન માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
રાષ્ટ્રીય રાજધાનીમાં MCDના 250 વોર્ડ માટે કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું. કેજરીવાલે ટ્વીટ કર્યું, “આજે સ્વચ્છ અને સુંદર દિલ્હી બનાવવા માટે વોટિંગ છે, વોટિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવવા માટે છે.
તમામ દિલ્હીવાસીઓને મારી અપીલ છે – દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પ્રામાણિક અને કાર્યકારી સરકાર બનાવવા માટે આજે જ જાવ અને તમારો મત આપો.” 100 થી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. સાંજે 5.30 કલાકે મતદાન પૂર્ણ થશે.