
દિલ્હીમાં આજે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે MCD ચૂંટણી માટેનું મતદાન – કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
- દિલ્હીમાં આજે એમસીડીની ચૂંટણી માટે મતદાન
- સાંજે 5 વાગ્યા સુધી કરી શકાશે મતદાન
દિલ્હીઃ- આજે 4 તારીખને રવિરાના રોજ MCD ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં સાંજે 5.30 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણી માટે રાજધાનીમાં 13638 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ના તમામ 250 વોર્ડ માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. એમસીડી ચૂંટણીમાં આજે 1.45 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
એમસીડી મતદાન માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામ 7મી ડિસેમ્બરે જાહેર કરાશે. એમસીડી ચૂંટણીમાં ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે ગટર, રસ્તા અને પાણી એ તમામ MCDનું કામ છે. દિલ્હીને સ્વચ્છ બનાવવા માટે દરેકે મતદાન કરવું જોઈએ. આપણે બધા સાથે મળીને દિલ્હીને વધુ સારી બનાવીશું.સીમાંકન છતાં લોકોએ મન બનાવી લીધું છે. ભારતીય જનતા પાર્ટી સદંતર નિષ્ફળ છે.
આ સાથે જ સમગ્ર દિલ્હીમાં 40 હજારથી પણ વધુ પોલીસ કર્મીઓને સુરક્ષામાં રખાયા છએ સાથે જ કેટલાક વિસ્તારો આજપુરતા બંધ રાખવામાં આવ્યા છે,MCD ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના તમામ જથ્થાબંધ અને છૂટક બજારો આજે એટલે કે રવિવારે બંધ રહેશે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું કે રવિવારે લાજપત નગર, ગાંધી નગર, કૃષ્ણા નગર, કમલા નગર, કરોલ બાગ, લક્ષ્મી નગર સહિત તમામ મુખ્ય બજારો બંધ રખાયા છે.
સીએમ કેજરિવાલની અપીલઃ- મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું કે, આજે દિલ્હીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મતદાન થઈ રહ્યું છે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવવા મતદાન થઈ રહ્યું છે. દિલ્હીના તમામ લોકોને મારી અપીલ છે – દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પ્રામાણિક અને કાર્યકારી સરકાર બનાવવા માટે આજે મતદાન કરે.