1. Home
  2. ગુજરાતી
  3. લિયોનેલ મેસીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી આર્જેન્ટીનાની ટીમ
લિયોનેલ મેસીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી આર્જેન્ટીનાની ટીમ

લિયોનેલ મેસીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી આર્જેન્ટીનાની ટીમ

0
Social Share

મુંબઈ:કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલની બીજી મેચ શનિવારે મોડી રાત્રે રમાઈ હતી.આ મેચમાં લિયોનેલ મેસીની ટીમે શાનદાર રમત બતાવી ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.આ સાથે આર્જેન્ટિનાએ પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

આ મેચની સાથે લિયોનેલ મેસીએ પણ ઈતિહાસ રચી દીધો છે.આ તેની કારકિર્દીની એકંદરે એક હજારમી મેચ છે.આ ઉપરાંત મેસ્સી વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર આર્જેન્ટિનાના ખેલાડી બની ગયા છે.તેણે દિગ્ગજ મારાડોનાને પાછળ છોડી દીધો છે.મેસ્સીએ વર્લ્ડ કપ ઈતિહાસમાં આ 9મો ગોલ કર્યો હતો.

વાસ્તવમાં મેચનો પહેલો ગોલ મેસ્સીએ કર્યો હતો.તેણે મેચની 35મી મિનિટે આ ગોલ કર્યો હતો.આ સાથે મેસ્સીએ વર્લ્ડ કપમાં ગોલના મામલે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધો છે.મેસ્સીના આ ગોલના કારણે આર્જેન્ટિનાએ પહેલા હાફમાં 1-0ની બઢત મેળવી લીધી હતી.

આ પછી બીજા હાફમાં ફરી એકવાર આર્જેન્ટિનાએ પોતાની આક્રમક રમત બતાવી અને 57મી મિનિટે બીજો ગોલ કરીને વિજયી લીડ મેળવી લીધી.આ બીજો ગોલ જુલિયન અલ્વારેઝે કર્યો હતો.જોકે આ પછી આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડિઝે 77મી મિનિટે આત્મઘાતી ગોલ કર્યો હતો. આ ગોલ ઓસ્ટ્રેલિયાના ખાતામાં ઉમેરાયો હતો.ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં એક પણ ગોલ કરી શકી ન હતી.આ રીતે આર્જેન્ટિનાએ આ મેચ 2-1થી જીતી લીધી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code