Site icon Revoi.in

મીડિયા ચેનલોએ તેમના કાર્યક્રમોમાં સાયરનનો અવાજ વાપરવો નહીં: ગૃહ મંત્રાલય

Social Share

નવી દિલ્હીઃ સરકારે તમામ મીડિયા ચેનલોને એક સૂચના આપી છે કે સામુદાયિક જાગૃતિ અભિયાન સિવાય તેમના કાર્યક્રમોમાં નાગરિક સંરક્ષણ હવાઈ હુમલાના સાયરનના અવાજનો ઉપયોગ કરવો નહીં.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, સાયરનના નિયમિત ઉપયોગથી નાગરિકો હવાઈ હુમલાના સાયરન પ્રત્યે અસંવેદનશીલ બની શકે છે અને વાસ્તવિક હવાઈ હુમલા દરમિયાન તેને સામાન્ય ઘટના માની શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની પરિસ્થિતિ ઉભી થઈ છે. સરહદી જિલ્લામાં પાકિસ્તાન દ્વારા રાત્રિના સમયે ડ્રોન વડે સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે. જો કે, ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આ ડ્રોન તોડી પાડવામાં આવી રહ્યાં છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે કવાયત શરૂ કરી હતી. આ દરમિયાન ભારત સરકારે સેૈન્યની મુવમેન્ડનું લાઈવ રિપોર્ટનીંગ નહીં કરવા માટે મીડિયાને નિર્દેશ કર્યો હતો.