
કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક – કહ્યું, ‘આ વખતે પણ કોરોનાને હરાવીશું’
- પીએમ મોદીની ઉચ્ચ ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક
- વેક્સિનના ડોઝ વધારવા પર ભાર મૂક્યો
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધતા જ જઈ રહ્યા છે, વિતેલા વર્ષની સરખામણીએ આ વર્ષ દરમિયાન મોતનો આંકડો પણ જરાવનારો છે, સ્થિતિ દિવસને દિવસે ગંભીર થતી જોવા મળી રહી છે ત્યારે વધતા જતા કોરોનાના પ્રકોપ વચ્ચે દેશના પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારના રોડ સરકરના જૂદા જૂદા મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક સમિક્ષા બેઠક યોજી હતી.
રસીના ઉત્પાદનમાં વધારો કરવા માટે ઉચ્ચ કક્ષાની બેઠકમાં પીએમ મોદીએ વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરી, અધિકારીઓને જાહેર અને ખાનગી ક્ષેત્રમાં ઉપસ્થિત તમામ ક્ષમતાઓનો ઉપયોગ કરવા સુચના આપી.
તેમણે કહ્યું કે, ભારતે ગયા વર્ષે કોવિડ -19 હામારીને એકજૂટ થઈને પરાજિત કરી હતી અને આ વખતે પણ તેજ રીતે તેને હરાવી શકીએ છે, પરંતુ આ માટે, સમાન સિદ્ધાંતો ઝડપથી અને પરસ્પર સહયોગ સાથે અપનાવવા પડશે. વડા પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોવિડ -19 ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન કાર્યાલય઼ તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર અને રસીકરણના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં વડા પ્રધાને તપાસ, સંપર્કની તપાસ કરીને ત્યારબાદ સારવાર તરફ આગળ વધવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે તેનો કોઈ વિકલ્પ નથી.
મોદીએ કહ્યું હતું કે, “વહેલી તકે તપાસ કરવી અને ત્યારબાદ સંપર્ક શોધવા તેના દ્વારા થતાં મૃત્યુને ઘટાડવાની ચાવી છે.” તેમણે સ્થાનિક વહીવટીતંત્રની લોકોની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતાપૂર્વક કામ કરવાની અને આગળ વધવાની જરૂર પર ભાર મૂક્યો.
સાહિન-