અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસાએ વિરામ લીધો છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના કુલ 39 તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે.
સૌથી વધુ વરસાદ દાહોદ જિલ્લામાં નોંધાયો છે. દાહોદના ઝાલોદમાં સવા ઈંચ, જ્યારે ફતેપુરા અને દાહોદ તાલુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકાઓમાં પણ છૂટાછવાયા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
રાજ્યમાં સિઝનનો કુલ 90.81% વરસાદ વરસી ચૂક્યો છે. પ્રદેશવાર વરસાદની વાત કરીએ તો, ઉત્તર ગુજરાત: 95.31%, દક્ષિણ ગુજરાત: 94.48%, મધ્ય પૂર્વ ગુજરાત: 90.58%, કચ્છ: 85.14%, સૌરાષ્ટ્ર: 84.48% નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે, જે દર્શાવે છે કે હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.