ગાંધીનગરઃ વડનગર તાલુકાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબવાનાો બનાવ બન્યો હતો. માહિતી પ્રમાણે, બાળકો સ્કૂલના આઈ કાર્ડ લેવા માટે કેનાલમાં કૂદ્યા હતા, જેમાં બે બાળકોને સ્થાનિક તરવૈયાઓએ તુરંત બચાવી લીધા છે, જ્યારે હજુ એક બાળક ગૂમ છે.
માટે મળેલી વિગતો અનુસાર, ત્રણેય બાળકો 8મા ધોરણમાં અભ્યાસ કરતા હતા. સ્કૂલના આઈ કાર્ડ કેનાલમાં પડતા તેઓ તેને લેવા ગયા હતા અને ત્યાર દરમિયાન તેઓ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે ભેગા થયા અને તરવૈયાઓએ ઝંપલાવીને બે બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ગૂમ થયેલો બાળક મોલીપુર ગામનો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી છે. તાજેતરમાં, સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે મોડે સુધી ગૂમ થયેલા બાળકની શોધખોળ કરી હતી.

