ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર કુકી સમુદાયના સભ્યોએ સુત્રોચ્ચાર સાથે કર્યું પ્રદર્શન
- ગૃહમંત્રી શાહના ઘરની બહાર કુકી સમુદાયનું પ્રદર્શન
- સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું
દિલ્હીઃ- મણીપુરમાં 3 મેના રોજથી હિંસા ચાલી રહી છે અત્યાર સુધી આ હિંસામાં 80થી વધુ લોકોના મોત થયા છે કરેચટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો કેટલાક લોકો ઘરથી બેઘર પણ બન્યા છે,આવી સ્થિતિમાં ગૃહમંત્રી શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી આ સાથે જ સુરક્ષામાં સેનાની ચીમો તૈનાત કરવામાં આવી હતી તો પણ હજી અહી હિંસા અટકવાનું નામ લઈ રહી નથી,ત્યારે કુકી સમુદાયના લોકોએ હવે ગૃહમંત્રી શાહના આવાસની બહાર પ્રદર્શન કર્યું હતું.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ બુધવારે મણિપુરના કુકી સમુદાયના સભ્યોએ ઉત્તરપૂર્વીય રાજ્યમાં ચાલી રહેલી હિંસા વિરુદ્ધ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે કહ્યું કે પ્રદર્શનકારીઓએ તેમના હાથમાં પ્લેકાર્ડ પકડ્યા હતા, જેના પર લખ્યું હતું કે “કુકી સમુદાયના લોકોના જીવનની રક્ષા કરો.” વિરોધીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ ઘટનાને લઈને પોલીસના જણાવ્યા પ્રમાણે, ચાર દેખાવકારોને ગૃહમંત્રી સાથે બેઠક માટે તેમના નિવાસસ્થાનની અંદર જવા દેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનાને જંતર-મંતર તરફ રવાના કરવામાં આવ્યા હતા
જો કે અત્યાર સુધી પોલીસે નિવાસસ્થાનની બહાર કોઈપણ પ્રકારના મેળાવડા કે મેળાવડાની પરવાનગી આપી નથી. ચારે બાજુથી બેરીકેટ્સ અને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુકી સમાજની મહિલાઓ માંગ કરી રહી છે કે તેઓ અમિત શાહને મળીને તેમની સમસ્યાઓ જણાવવા માંગે છે.
દિલ્હીમાં મણિપુરના કુકી આદિવાસી સમાજની મહિલાઓ એક થઈ છે. અહીં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મણિપુર પ્રવાસ દરમિયાન અમિત શાહે રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને અહીંના લોકોને પણ મળ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની સરકારની પહેલને લોકોનો મજબૂત સમર્થન મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક મહિનાથી મણિપુરમાં ફાટી નીકળેલી જાતિ હિંસામાં ઓછામાં ઓછા 98 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 310 થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલમાં રાજ્યમાં કુલ 37,450 લોકોએ 272 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે ત્યારે અમિત શાહે અહીની મુલાકાત દરમિયાન લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી અને તેમની સુરક્ષાનો વાયદો કર્યો હતો ત્યારે આજરોજ દિલ્હી ખાતે કુકી સુમદાયના લોકોએ અમિતશાહના ઘરની બહાર પ્રગર્શન કર્યું હતું.