
- કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત નહીં
- દિલ્હીમાં પારો 46 ડિગ્રી સુધી પહોંચી જશે
- હવામાન વિભાગે કરી આગાહી
દિલ્હી:ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવનો પ્રકોપ સતત જારી છે અને લોકોને ગરમીથી રાહત મળી રહી નથી.આ સપ્તાહે રાજધાની દિલ્હીમાં પણ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગનું કહેવું છે કે,ગુરુવાર સુધી દિલ્હીમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને સ્પર્શી શકે છે.જ્યારે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગએ રવિવારે કહ્યું કે,રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાપમાનમાં વધારો થવાની આગાહી છે,પરંતુ ગુરુવાર સુધી તીવ્ર ગરમીની કોઈ શક્યતા નથી.દિલ્હીના બેઝ સ્ટેશન સફદરજંગ વેધશાળામાં રવિવારે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું.
સ્વચ્છ આકાશ વચ્ચે સોમવારે પારો 40 ડિગ્રીને પાર કરી જશે અને ગુરુવાર સુધીમાં ધીમે ધીમે 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે.હવામાન વિભાગે આગાહી કરી છે કે,આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.તો તેમણે એમ પણ કહ્યું કે, ગુરુવાર સુધી દિલ્હીમાં પારો 44 ડિગ્રીના સ્તરને સ્પર્શી શકે છે.રાષ્ટ્રીય રાજધાનીના અન્ય ભાગોમાં પારો 45-46 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
આ વર્ષે એપ્રિલમાં દિલ્હીમાં આઠ દિવસ સુધી આકરી ગરમી નોંધાઈ હતી.જ્યારે મેદાની વિસ્તારમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય અને સામાન્ય કરતાં ઓછામાં ઓછું 4.5 ડિગ્રી હોય ત્યારે ભારે ગરમી જાહેર કરવામાં આવે છે.21 એપ્રિલ, 2017ના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.મહિનાનું સર્વકાલીન મહત્તમ તાપમાન 29 એપ્રિલ, 1941ના રોજ 45.6 °C નોંધાયું હતું.