
શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે પાત્રતાના નિયમોમાં કર્યો મોટો બદલાવ, આ સાથે જ એવોર્ડની સંખ્યા 47થી વધારીને 50 કરાઈ
દિલ્હીઃ- શિક્ષણ મંત્રાલય દ્રારા હવે નેશનલ શિક્ષક પુરક્સારને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે શિક્ષણ મંત્રાલયે નવી ગાઈડલાઈનમાં આ વાતલો ઉલ્લેખ કર્યો છે કે હવે આ પુરસ્કાર માટે કોઈ પણ શિક્ષકના 10 વર્ષનો અનુભવ હોવો જરુરી છે,
પ્રાપ્ત વિગત પ્રમાણે શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે પાત્રતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત માત્ર દસ વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો અથવા મુખ્ય શિક્ષકો જ આ માટે લાયક હવેથી ગણાી શકશે.
એટલું જ નહી બીજી તરફ શાળાઓમાં કોન્ટ્રાક્ટ પર ભણાવતા શિક્ષકો કે શિક્ષણ મિત્રો પણ હવેથી આ પુરસ્કાર માટે ભાગ લઈ શકશે નહીં. આ સાથે મંત્રાલયે દર વર્ષે આપવામાં આવતા પુરસ્કારોની સંખ્યામાં પણ વધારો કર્યો છે, જેમાં 47ને બદલે હવે દેશભરમાંથી 50 શિક્ષકોને આ સન્માન આપવામાં આવશે.
મહત્જેવની વાત એ છે કે જે 50 શિક્ષકો આ સન્માન આપવામાં આવશે તેમાં બે વિકલાંગ શિક્ષકોનો પણ સનમાવેશ કરાયો છે.આ માટેની અરજીઓને લઈને જાણકારી આપતા જણાવાયું છે કે અરજીઓ 15મી જુલાઈ સુધી રહેશે લાયકાતના નિયમો અને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારોની સંખ્યામાં આ ફેરફાર સાથે, શિક્ષણ મંત્રાલયે આ માટે દેશભરના શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી છે, જે 15 જુલાઈ સુધી કરી શકાશે.
આ પુરસ્કાર માટેની અરજીઓ જિલ્લાઓ અને રાજ્યો દ્વારા શિક્ષણ મંત્રાલય સુધી પહોંચશે. આ દરમિયાન દરેક રાજ્યમાંથી મોકલવામાં આવનાર અરજીઓની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે.આ માટે હવેથી રાજ્યોના શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી ખાનગી શાળાઓના શિક્ષકો પણ આ એવોર્ડ માટે અરજી કરવાને લાયક બન્યા છે.