
પીએમ મોદીએ મહારાષ્ટ્ર સમુદ્ધી હાઈવે પર સર્જાયેલ બસ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ, વળતરની કરી જાહેરાત
મુંબઈઃ- શનિવારની રાત્રે 2 વાગ્યે આસપાસ મુંબઈ સમુદ્ધી એક્સપ્રેસ વે પર બસનું ટાયર ફાટતા બસ પલટી મારીને સળગી ગઈ હતી બસ દજે બાજૂ પલટી મારી તે સાઈડ બસનો દરવાજો હોવાથઈ લોકો ફસાયા હતા અને પલટી મારવાના કારણે બસ સળગી ઉઠી હતી આ ઘટનામાં અત્યાર સુધી 26 લોકોના મોતની પષ્ટી થઈ છે ત્યારે આ ઘટનાને મામલે પીએમ મોદીએ શઓક વ્યક્ત કર્યો છે.
આ સહીત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં થયેલ માર્ગ અકસ્માત હ્રદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં, મારા વિચારો આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો સાથે છે. હું તેમના જલ્દી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.”
Deeply saddened by the devastating bus mishap in Buldhana, Maharashtra. My thoughts and prayers are with the families of those who lost their lives. May the injured recover soon. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 1, 2023
ઘટનાને પગલે વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું છે અને કહ્યું કે, “મહારાષ્ટ્રના બુલઢાણામાં બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો અને પ્રાર્થનાઓ જીવ ગુમાવનારા લોકોના પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના. અસરગ્રસ્તોને સ્થાનિક પ્રશાસન.” તમામ શક્ય સહાય કરવામાં આવી રહી છે.
આ સાથે જ ટ્બવિટમાં પીએમ મોદીએ રાહત ફંડમાંથી વળતરની પણ જાહેરાત કરતા કહ્સયું છે કે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ માંથી આપવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે બસનું ટાયર ફાટતા બસ થઆંભલા સાથએ અથડાઈને પલટી મારી હતી ત્યાર બાદ તેમાં આગ સળગી ઉઠી હતી બસમાં વાર 33 મુસાફરોમાંથી 26ના મોત દાઝી જવાને કારણે થયા હતા. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેઓ સારવાર હેઠળ છે.