
ઓડિશા બાલાસોર ટ્રિપલ ટ્રેન અકસ્માતના એક મહિના બાદ રેલ્વેએ જનરલ મેનેજર અર્ચના જોશીને પદ પરથી હટાવ્યા
- ઓડિશા અકસ્માતમાં 1 મહિના બાદ એક્શન લેવાયું
- રેલ્વેએ જનરલ મેનેજર અર્ચના જોશીને કાર્યકાળમાંથી હટાવ્યા
બાલાસોરઃ- ઓડિશાના બાલાસોરમાં જૂન મહિનાની 2જી તારીખે ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો 200થી પમ વધુ લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા ત્યારે હવે રેલ્વે વિભાગે ઘટનાના એક મહિના બાદ રેલ્વે અધિકારી સામે પગલુ ભર્યું છે.
જાણકારી પ્રમાણે રેલ્વે વિભાગ દ્રારા ટ્રિપલ ટ્રેન દુર્ઘટનાના લગભગ એક મહિના બાદ દક્ષિણ પૂર્વ રેલ્વેના જનરલ મેનેજર અર્ચના જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાને દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે.
આ સમગ્ર બાબતને લઈને ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ દક્ષિણ પૂર્વીય રેલ્વેના જનરલ મેનેજર અર્ચના જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાને દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજર તરીકે મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ અને બહનાગા બજાર રોડ રેલ્વે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ. તે જ સમયે, હાવડા જતી શાલીમાર એક્સપ્રેસ આવી અને કોરોમંડલ કોચ સાથે અથડાઈ આમ ત્રણ ટ્રેનો અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો .