1. Home
  2. ગુજરાતી
  3. ઉનાળામાં સ્કિન માટે વરદાન છે ફૂદીનાની પેસ્ટ, આ રીતે કરો ઉપયોગ અને સ્કિનને બનાવો ગ્લોઈગિં
ઉનાળામાં સ્કિન માટે વરદાન છે ફૂદીનાની પેસ્ટ, આ રીતે કરો ઉપયોગ અને સ્કિનને બનાવો ગ્લોઈગિં

ઉનાળામાં સ્કિન માટે વરદાન છે ફૂદીનાની પેસ્ટ, આ રીતે કરો ઉપયોગ અને સ્કિનને બનાવો ગ્લોઈગિં

0
  •  ફૂદીનાના પાન ટેનને ગાયબ કરે છે
  • ફૂદીનાના પાનની પેસ્ટમાં મધ,હરદળનો ઉપયોગ કરી શકાય છે
  • સ્વાદની સાથે સાથે ત્વચા માટે પણ બેસ્ટ છે ફૂદીનાના પાન

હાલ ગરમીના કારણે આપણી ત્વચા પર ઘમા ડાઘ ધબ્બાઓ પડી ગયા હોય છે આપણે તેને દૂર કરવા માટે મોંધી પ્રોડક્ટનો ઉપયોગ કરીે છીએ જો કે ફૂદીનાના પાન એવો રામબાણ ઈલાજ છે કે જે તમારી ત્વચા પરથી ટેન દૂર કરવામાં મદદરુપ થાય છે.. ટેનિંગ દૂર કરવા તમે ફુદીનાના પાનનો ઉપયોગ કરી શકો છો. ફુદીનો ચહેરાને ઠંડક આપે છે. તો ચાલો જણાવીએ કે કેવી રીતે તમે ફુદીના વડે ચહેરા પરથી ડાઘ-ધબ્બા દૂર કરી શકો છો.

ફુદીનામાં એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાની તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં કારગર સાબિત થાય છે. ફુદીનાના ઉપયોગથી નખ-ખીલ, ચહેરાના સોજા અને નીરસતા પણ ઓછી કરી શકાય છે.

1 ફુદીનો અને કાકડીનો ફેસ પેક

આ બંનેનો ફેસ પેક તરીકે ઉપયોગ કરવા માટે કેટલાક તાજા ફુદીનાના પાન લો અને અડધી કાકડી લો. કાકડીને છીણી લો અને તેનો રસ કાઢી લો. હવે કાકડીનો રસ અને ફુદીનાના પાનને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા, ગરદન અને હાથ પર લગાવો અને 20 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો.

2 ફુદીનો, લીમડો અને તુલસીનો ફેસ પેક

ફુદીનો અને તુલસીનો ફેસ પેક ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આ માટે તમે ફુદીના, તુલસી અને લીમડાના કેટલાક પાન લો. આ બધાને મિક્સરમાં પીસી લો અને આ પેસ્ટને તમારા આખા ચહેરા અને ગરદન પર લગાવો. 15 થી 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

3 ફૂદીનો મધ અને હરદળ

ફૂદગીનાના પાનને પીસી લો હવે તેમાં એક ચમચી હરદળ અને 1 ચમચી મધ એડ કરીને તેનું મિશ્રણ ત્વચા પર લગાવીને રહેવાદો ,ત્યાર પછી 20 મિનિટ બાદ ફેશવોશ કરીલો આમ કરવાથી પણ કાળાશ દૂર થશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.