
જાણો કેટલીક એવી વસ્તુઓ જેને હુંફાળા પાણીમાં નાખીને ન્હાવાથી સ્કિનની સમસ્યામાં થશે દૂર
- શરીરમાં આવતી ખંજવાળને દૂર કરવા લીમડાના પાણીથી સ્નાન કરો
- ગરમ પાણીમાં લીબું નાખીને સ્નાન કરવાથી ખંજવાળ દૂર થાય છે
શિયાળામાં ભેજવાળું વાતાવરણ રહે છે અને જ્જેયારે પણ આપણે ઘરની બહાર જઈએ છીએ ત્યારે બહારની હવાના પ્રદુષણ વાળઆ વાતાવરણના સંપર્કમાં આવવાને કારણે આપણા શરીરની સ્કિન પર પ્રદુષણની અસર થાય છે, આ સમસ્યાના કારણે ઘણી વખત અનેક લોકોને શરીરમાં ખંજવાળ આવવાની પ્રોબલેમ થતી હોય છે.આ સાથએ જ શિયાળામાં સ્કિનને લગતી ઘણી સમસ્યાઓ પણ થાય છે ત્યારે આવી સ્થિતિમાં તમે ન્હાતા વખતે કેટલીક વસ્તુઓને ગરમ પાણીમાં મિક્સ કરીદો. તો તમારી દરેક સમસ્યા દૂર થશે.
ગરમ પાણીમાં લીબું નાખીને સ્નાન કરવું
લીંબુ પાણીથી ન્હાવાના ઘણા ફાયદાઓ છે, .કારણ કે લીંબુમાં એન્ટી એલર્જીક અને ટેનીંગને દુર કરવાના ગુણો રહેલા છે. તેમાં રહેલા તત્વો આપણી ત્વચાને બહારના પ્રદુષણથી બચાવી રાખે છે. તેથી તેનો નિયમિત પ્રયોગ કરવાથી ત્વચા પણ ખીલી જાય છે અને ત્વચા પણ એકદમ સાફ થઇ જાય છે.આ પ્રયોગ તમારી ત્વચાને ચમકદાર પણ બનાવશે અને તે તમારી ત્વચાના ખુલા છિદ્રોને બંધ કરવામાં મદદ કરશે. ત્વચાને તરોતાજા બનાવશે તેમજ તમારા મૂડને પણ ફ્રેશ બનાવશે.અને શરીર પર આવતી ખંજવાળને બંધ કરશે
ગરમ પાણીમાં લીમડાના પાન નાખવા
જ્યારે તમે ન્હાવા માટે ગરમ પાણી કરો ત્યારે 200 ગ્રામ જેટલા લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો ત્યાર બાદ આ પાણી ઠંડુ થાય ત્યારે તેનાથી સ્નાન કરવું જેથી શરીર પર આવતી ખંજવાળ દૂર થશે,આ સાથે જ ત્વચા પર લાગેલો ડસ્ટ દૂર થશે, અને સ્કિન પરના જમ્સ પણ દૂર થશે
ગુલાબજળ ગરમ પાણીમાં એડ કરવું
ગરમ પાણીમાં લુલાબજળ અડ કરીને નાહવાથી ખંજવાળમાં રાહત થાય છે, આ સાથે જ ત્વચા પર લાગેલો ડસ્ટ દૂર થાય છે, અને રિલેક્સ ફીલ થાય છે, શરીરને આરામ મળવાનો અનુભવ થાય છે
હરદળ ગરમ પાણીમાં એડ કરી
જ્યારે પણ શરીરમાં ખૂબ દુખાવો થતો હોય ત્યારે ગરમ પાણીમાં હરદળ મિક્સ કરીને ન્હાવાથી દુખાવો દૂર થાય છે, આ સાથે જ ખંજવાળ પણ મટે છે.કારણ કે હરદળ એન્ટિબેક્ટીયલ હોય છે.