1. Home
  2. ગુજરાતી
  3. મોસ્ટ વોન્ટેડ સંદીપ ગાડોલીની ગર્લફ્રેન્ડની ગુરુગ્રામમાં હત્યા, હત્યારાઓ બીએમડબ્લ્યૂમાં લાશ લઈને ફરાર
મોસ્ટ વોન્ટેડ સંદીપ ગાડોલીની ગર્લફ્રેન્ડની ગુરુગ્રામમાં હત્યા, હત્યારાઓ બીએમડબ્લ્યૂમાં લાશ લઈને ફરાર

મોસ્ટ વોન્ટેડ સંદીપ ગાડોલીની ગર્લફ્રેન્ડની ગુરુગ્રામમાં હત્યા, હત્યારાઓ બીએમડબ્લ્યૂમાં લાશ લઈને ફરાર

0
Social Share

ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં ફરી એકવાર લોહિયાળ ઘટના સામે આવી છે. ગુરુગ્રામના બસ સ્ટેન્ડ ખાતેની સિટી હોટલ પોઈન્ટની આ ઘટનામાં હોટલ માલિકે પોતાની જ મિત્રને મારી નાખી છે. પોલીસે આ મામલામાં આરોપી અભિજીતની ધરપકડ કરી છે. પરંતુ આ અહેવાલ લખવા સુધીમાં દિવ્યા પાહુજાની લાશ મળી શકી નથી. પોલીસે આ મામલામાં ફરિયાદ નોંધાવીને મામલાની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓનો એક સીસીટીવી ફૂટેજ પણ મળ્યો છે. તેમા જોઈ શકાય છે કે તે મૃત દિવ્યાની લાશને લઈ જઈ રહ્યા છે.

સૂત્રો મુજબ, લાશને આરોપી પંજાબ તરફ લઈ ગયા છે. આરોપ છે કે 1 જાન્યુઆરીએ દિવ્યા પાહુજા હત્યારોપી અભિજીત સિંહ સાથે ફરવા ગઈ હતી. તેના પછી તે અભિજીત અને તેના એક અન્ય દોસ્ત સાથે 2 જાન્યુઆરીની સવારે ગુરુગ્રામની સિટી પોઈન્ટ હોટલમાં પહોંચી હતી. જણાવવામાં આવે છે કે તે દિવસે અભિજીત સિંહે પોતાના સાથીદારો સાથે મળીને દિવ્યાની હત્યા કરી દીધી અને તેની લાશને પોતાની બીએમડબ્લ્યૂ કારમાં મૂકીને ફરાર થઈ ગયો.

મહત્વપૂર્ણ છે કે દિવ્યા પાહુજા ગુરુગ્રામના મોસ્ટ વોન્ટેડ અને ઈનામી બદમાશ ગેંગસ્ટર સંદીપ ગાડોલીની ગર્લફ્રેન્ડ હતી. ગેંગસ્ટર સંદીપ ગાડોલી 2016માં મુંબઈની હોટલમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. તેની હત્યામાં દિવ્યા પાહુજા મુખ્ય આરોપી હતી અને ગત સાત વર્ષથી જેલમાં બંધ હતી. જુલાઈ- 2023માં દિવ્યાને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા.

પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે જ્યારે હોટલના સીસીટીવી ફૂટેજ જોયા તો તેમને ઘટના બાબતે જાણકારી મળી. એસપી મુકેશનું કહેવું છે કે મૃતકના પરિવારજોએ પોલીસને જણાવ્યુ કે દિવ્યા કોઈ અભિજીત નામના વ્યક્તિ સાથે ગઈ હતી, જે ગુરુગ્રામના બસ સ્ટેન્ડ પર આવેલી હોટલ સિટી પોઈન્ટનો માલિક છે. મૃતક દિવ્યાનો ફોન બંધ આવી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code