Site icon Revoi.in

GSTમાં વ્યાપક ઘટાડોનો સીધો લાભ 10 કરોડથી વધુ ખેડૂતો-પશુપાલકોને થશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં વ્યાપક ઘટાડાની જાહેરાત કરી છે. આ સુધારાથી સહકારી ક્ષેત્ર, ખેડૂતો અને ગ્રામિણ સાહસો સહિત 10 કરોડથી વધુ ડેરી ખેડૂતોને સીધો લાભમળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NextGenGST સુધારાઓને અમૂલ જેવી સહકારી સંસ્થાઓએ સ્વાગત કર્યું છે. સરકારના જણાવ્યા મુજબ, આ પગલાથી સહકારી મંડળીઓ મજબૂત બનશે, ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે, ખેડૂતોની આવકમાં વધારો થશે અને ગ્રામિણ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે.

દૂધ અને ચીઝ (બ્રાન્ડેડ કે અનબ્રાન્ડેડ) પર GST મુક્તિ.
માખણ, ઘી અને અન્ય ઉત્પાદનો પર GST 12%થી ઘટાડીને 5%.
લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર GST 12%થી ઘટાડીને 5%.

આ પગલાથી ડેરી ઉત્પાદનો વધુ સસ્તા થશે, મહિલાઓની આગેવાની હેઠળના સ્વ-સહાય જૂથો (SHGsને મજબૂતી મળશે અને ડેરી સહકારી મંડળીઓની આવકમાં વધારો થશે.

ચીઝ, નમકીન, માખણ, પાસ્તા પર GST 12% અથવા 18%થી ઘટાડીને 5%.
જામ, જેલી, યીસ્ટ, ભુજિયા, ફળ આધારિત પીણાં પર હવે માત્ર 5% GST.
ચોકલેટ, કોર્ન ફ્લેક્સ, આઈસ્ક્રીમ, પેસ્ટ્રી, કેક, બિસ્કિટ અને કોફી પર GST 18%થી ઘટાડીને 5%.
પેકિંગ પેપર, બોક્સ અને ક્રેટ પર GST 12%થી ઘટાડીને 5%

આથી ઘરગથ્થુ ખર્ચમાં રાહત મળશે અને અર્ધ-શહેરી તથા ગ્રામિણ વિસ્તારોમાં માંગ વધશે.

ટ્રેક્ટર (1800 સીસીથી ઓછી ક્ષમતા) પર GST 12%થી ઘટાડીને 5%.
ટ્રેક્ટરના ટાયર, ટ્યુબ, હાઈડ્રોલિક પંપ સહિતના ભાગો પર GST 18%થી ઘટાડીને 5%.
ખાતરના મુખ્ય કાચા માલ (એમોનિયા, સલ્ફ્યુરિક એસિડ, નાઈટ્રિક એસિડ) પર GST 18%થી ઘટાડીને 5%.
બાયો-પેસ્ટીસાઈડ અને સૂક્ષ્મ પોષક તત્ત્વો પર GST 12%થી ઘટાડીને 5%.

આ પગલાથી કૃષિ મશીનરી સસ્તી થશે, ખાતરનો ભાવ કાબૂમાં રહેશે અને ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન મળશે.

ટ્રક અને ડિલિવરી વાન જેવા વાહનો પર GST 28%થી ઘટાડીને 18%.
માલવાહક વાહનોના થર્ડ-પાર્ટી વીમા પર GST 12%થી ઘટાડીને 5% તથા \ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની સુવિધા.
આથી ટ્રકોનો મૂડી ખર્ચ ઘટશે, પરિવહન ખર્ચ ઓછી થશે અને કૃષિ ઉત્પાદનોની નિકાસ વધુ સ્પર્ધાત્મક બનશે.

નિષ્ણાતોના મતે આ વ્યાપક GST સુધારા ખેડૂતો, સહકારી મંડળીઓ અને નાના-મધ્યમ સાહસો માટે રમત બદલનાર સાબિત થશે અને ગ્રામિણ અર્થતંત્રમાં નવી તાકાત ભરી દેશે.