1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોક રક્ષક દળની 10,000 જગ્યા માટે 11 લાખથી વધુ અરજી, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
લોક રક્ષક દળની 10,000 જગ્યા માટે 11 લાખથી વધુ અરજી, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

લોક રક્ષક દળની 10,000 જગ્યા માટે 11 લાખથી વધુ અરજી, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ખૂબ મોટી છે. બીજીબાજુ ગામડાંઓમાં યુવાનોમાં સરકારી નોકરીઓનો ક્રેઝ પણ વધુ છે. સરકારની દ્વારા વિવિધ ભરતીઓમાં હવે લોખોની સંખ્યામાં અરજીઓ આવી રહી છે. જેમાં પોલીસ વિભાગમાં લોકરક્ષકદળ- LRDમાં 10 હજાર 988 જગ્યાની ભરતીમાં 11 લાખ 13 હજાર 251 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે, જેમાં 8 લાખ 68 હજાર 422 ફોર્મ કન્ફર્મ થયાં છે.  ભરતીમાં 6 લાખ 35 હજાર પુરુષ ઉમેદવારો અને 2 લાખ 33 હજાર 414 મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યાં છે. ફોર્મ ભરવા માટે આજે મંગળવારને લાભ પાંચમે છેલ્લો દિવસ છે. એટલે સાંજ સુધીમાં ભરતી માટે અરજીઓ વધવાની શક્યતા છે. 4 વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે.

રાજ્યના  LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટ્વિટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ રૂ.19 હજાર 950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં આજે 9 નવેમ્બરને લાભ પાંચમની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.

પોવીસ વિભાગમાં એલઆરડીમાં ભરતી થવા યુવાનો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. લોકરક્ષકદળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે, જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે. સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code