
‘ટીકા ઉત્સવ’ના પહેલા દિવસે 27 લાખથી વધુ ડોઝ અપાયા – સ્વાસ્થ્ય મંત્રાલય
- દેશમાં 11 થી 14 એપ્રિલ વચ્ચે ટીકા ઉત્સવ
- પહેલા દિવસે 27 લાખથી વધુ ડોઝ અપાયા
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ આપી માહિતી
દિલ્હી : દેશમાં ‘ટીકા ઉત્સવ’ ના પહેલા દિવસે રવિવાર સાંજ સુધી 27 લાખથી વધુ કોવિડ -19 રસી આપવામાં આવી છે. આ સાથે દેશમાં અત્યાર સુધી રસીના 10,43,65,035 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.
દેશમાં 11 થી 14 એપ્રિલની વચ્ચે ચાલતા કોવિડ -19 રસીકરણ અભિયાનનું નામ ‘ટીકા ઉત્સવ’રાખવામાં આવ્યું છે. કોવિડ -19 ના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં ચાર દિવસીય ‘ટીકા ઉત્સવ’નો પ્રસ્તાવ મૂક્યો હતો.જેની,શરૂઆત જ્યોતિબા ફૂલેની જન્મજયંતિથી બીઆર આંબેડકરની જન્મજયંતિ સુધી ચાલશે.
મંત્રાલયે કહ્યું કે, દેશવ્યાપી ટીકા ઉત્સવ અભિયાનના પ્રથમ દિવસે ઘણા કાર્યસ્થળ રસીકરણ કેન્દ્રો ચલાવવામાં આવ્યા હતા. રવિવારના કારણે આવા મોટાભાગના કેન્દ્રો ખાનગી કાર્યસ્થળો પર કાર્યરત હતા. મંત્રાલયે કહ્યું કે,દેશમાં સરેરાશ કોઈપણ દિવસે 45,000 રસીકરણ કેન્દ્રો કાર્યરત છે. પરંતુ આજે 63,8૦૦ કેન્દ્રો કાર્યરત છે અને આ રીતે સરેરાશ વધીને 18,8૦૦ કેન્દ્રો પર પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 11 એપ્રિલથી 14 એપ્રિલની વચ્ચે ‘ટીકા ઉત્સવ’ અભિયાનને કોવિડ -19 સામેની બીજી મોટી લડતની શરૂઆત ગણાવી હતી. પીએમ મોદીએ વાયરસ સામે લડવા માટે લોકોને ઘણા સૂચનો આપ્યા અને વ્યક્તિગત અને સામાજિક સ્તરે સ્વચ્છતા પર ભાર મૂકવાનું કહ્યું.
દેવાંશી