- આર્કિટેક્ચરની 20 કોલેજોની 1332 બેઠકો પર ઓનલાઇન રજિસ્ટ્રેશન,
- એક્ઝામનું ટફ પાસિંગ સ્ટાન્ડર્ડ, ઊંચી ફી, ઓછી તક હોવાથી બેઠકો ખાલી રહે છે,
- આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટાની એક્ઝામ ફરજિયાત છે
અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી ઈજનેરી કોલેજોમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ ડિગ્રી આર્કિટેકચર બ્રાન્ચમાં 400થી વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)ની ડિગ્રી આર્કિટેક્ચરની 20 કોલેજોની 1332 બેઠકો પરની ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં 17મી જૂનથી 13મી જુલાઈ સુધીમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ ઓનલાઈન રજિસ્ટ્રેશનનો 23 જુલાઈએ અંતિમ દિવસ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ડિગ્રી આર્કિટેક્ચરની કોલેજોની છેલ્લાં ત્રણ વર્ષોની પ્રવેશ પ્રક્રિયાના અંતે સરેરાશ 31.44 ટકાથી 40.82 ટકા સુધીની બેઠકો ખાલી રહે છે. ડિગ્રી આર્કિટેકચર કોર્સની બેઠકો પર પ્રવેશ માટેની નાટા એક્ઝામનું ટફ પાસિંગ સ્ટાન્ડર્ડ, આર્કિટેક્ટ કોલજોમાં ફીનું ઊંચું ધોરણ, ઓછા પગારની નોકરીની તકો સહિતના કારણોના લીધે આ બેઠકો ખાલી રહે છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં ડિગ્રી આર્કિટેક્ચરની કોલેજોમાં ઉપલબ્ધ બેઠકોની સામે સરેરાશ કુલ 1300 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેની સામે સરેરાશ 800થી 900 જેટલી બેઠકો ખાલી રહે છે.
એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)ની ડિગ્રી આર્કિટેક્ચરની 20 કોલેજોની 1332 બેઠકો પરની ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં 17મી જૂનથી 13મી જુલાઈ સુધીમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ ઓનલાઈન રજિસ્ટ્રેશનનો 23 જુલાઈએ અંતિમ દિવસ છે. ત્યાં સુધીમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવે તે હવે જોવાનું છે.
સૂત્રોના કહેવા મુજબ આર્કિટેક્ચરની બેઠકો ખાલી રહેવા પાછળ આ કારણોમાં આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટાની એક્ઝામ ફરજિયાત છે, જેમાં 200માંથી 80 પાસિંગ માર્ક હોવા જોઈએ, જેથી ઓછા વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપે છે. તેમજ રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓની તુલનાએ બેઠકોની સંખ્યા વધારે છે. ડિગ્રી આર્કિટેક્ચરના કોર્સની ફીનું ધોરણ ઊંચું છે અને કોર્સનો સમયગાળો પાંચ વર્ષ માટેનો છે. ડિગ્રી આર્કિટેક્ચરનો કોર્સ પૂર્ણ થયા બાદ પ્રમાણમાં ઓછા પગારની નોકરીની તકો રહે છે. ઘણાં વર્ષોથી ડિગ્રી આર્કિટેકચર માટેની સરકારી ભરતીની જાહેરાત થઈ જ નથી.
રાજ્યમાં એક કે બે સરકારી આર્કિટેક્ચર કોલેજોને બાદ કરતાં મોટા ભાગના ડિગ્રી આર્કિટેક્ચરના કોર્સમાં પ્રતિ વર્ષ 65 હજારથી 3.50 લાખ સુધીની ફી લેવામાં આવે છે. આ કોલેજોમાં ફીનું ધોરણ ખૂબ જ ઊંચું હોવાથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે. પરિણામ સ્વરૂપે આર્કિટેક્ચરની બેઠકો ખાલી રહી છે.