
દેશમાં 50 કરોડથી વધારે લોકોને મળી વેક્સિન, કોરોના સામે ભારતની લડાઈ મજબૂત
- કોરોનાની સામે ભારતની લડાઈ મજબૂત
- 50 કરોડથી વધુ લોકોને મળી વેક્સિન
- વર્ષના અંત સુધીમાં આ આંકડો 100 કરોડ પહોંચવાની સંભાવના
દિલ્લી: કોરોનાવાયરસ સામે ભારત સરકાર પોતાની લડાઈને સતત મજબૂત કરી રહ્યું છે. દેશમાં વેક્સિનેશનનો આંકડો 50 કરોડને પાર કરી ગયો છે. તેનો મતલબ એ કે દેશમાં 50 કરોડથી વધારે લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો છે. દેશમાં કોરોનાવાયરસની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા શક્ય એટલા લોકોને વેક્સિન આપવાનો પ્રયાસ કરી રહી છે.
આ બાબતે વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે રસીકરણની સંખ્યા 50 કરોડનો આંકડો પાર કરી ગઈ હોવાથી, ભારત આ સંખ્યાના આધારે હજુ વધુ સફળતાની આશા રાખે છે અને સુનિશ્ચિત કરે છે કે આપણા નાગરિકોને ‘બધા માટે મફતમાં તમામ રસીકરણ’ હેઠળ રસી આપવામાં આવે.
પીએમ મોદીએ ટ્વિટમાં તે પણ કહ્યું કે “કોવિડ -19 સામે ભારતની લડાઈને મજબૂત પ્રોત્સાહન મળે છે. રસીકરણની સંખ્યા 50 કરોડનો આંકડો પાર કરે છે. અમે આશા રાખીએ છીએ કે આ સંખ્યાના આધારે હજુ વધુ સફળતા પ્રાપ્ત થાય અને અમારા નાગરિકોને #SabkoVaccineMuftVaccine ચળવળ હેઠળ રસી આપવામાં આવે.
જો કે ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે જો લોકો દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં નહી આવે તો જોખમ વધી શકે તેમ છે.