Site icon Revoi.in

મ્યાનમારમાં ભૂકંપ દરમિયાન નમાજ પઢતા 700થી વધારે મસ્લિમના મોત થયાં

Social Share

માંડલેઃ રમઝાનમાં શુક્રવારની નમાજ દરમિયાન મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 700 થી વધુ નમાજ પઢનારાઓના મોત થયાનો મ્યાનમારના એક મુસ્લિમ સંગઠને આ દાવો કર્યો છે. સ્પ્રિંગ રિવોલ્યુશન મ્યાનમાર મુસ્લિમ નેટવર્કની સ્ટીયરિંગ કમિટીના સભ્ય ટુન કીએ સોમવારે જણાવ્યું હતું કે, દેશના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 60 મસ્જિદોને નુકસાન થયું છે.

ભૂકંપમાં અત્યાર સુધીમાં માર્યા ગયેલા 1,700 થી વધુ લોકોના સત્તાવાર આંકડામાં મસ્જિદોમાં માર્યા ગયેલા લોકોની સંખ્યાનો સમાવેશ થાય છે કે કેમ તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. ધ ઇરાવદી ઓનલાઈન ન્યૂઝ સાઈટ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં ભૂકંપ દરમિયાન ઘણી મસ્જિદો ધરાશાયી થતી અને લોકો અહીં-ત્યાં દોડતા દેખાતા હતા. ટુન કીએ કહ્યું કે મોટાભાગની ક્ષતિગ્રસ્ત મસ્જિદો જૂની ઇમારતો હતી.

Exit mobile version